10 July, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બરફી ટ્રફલ્સ
સામગ્રી : બટર પા કપ, દૂધ અડધો કપ, મિલ્ક પાઉડર અઢી કપ, સાકર અડધો કપ, પિસ્તાં પાઉડર ૨ ટેબલસ્પૂન, એલચી પાઉડર ૧ ટેબલસ્પૂન, વાઇટ ચૉકલેટ.
બનાવવાની રીત : બટર ગરમ કરવું. પછી એમાં દૂધ નાખી મિક્સ કરવું. ત્યાર બાદ મિલ્ક પાઉડર નાખી હલાવવું. ત્યારપછી સાકર નાખી પિસ્તાં પાઉડર, એલચી નાખી હલાવવું. ઘટ્ટ થાય ત્યાર બાદ ૧૫ મિનિટ ઠંડું કરી ગોળા વાળી લેવા. ત્યાર બાદ ચૉકલેટ ગરમ કરી એમાં બોળીને ઠંડું કરવું. ઉપર પિસ્તાં નાખી ગાર્નિશ કરવું. ૩૦ મિનિટ ફ્રિજમાં ઠંડું કરી સર્વ કરવું. બરફી ટ્રફલ્સ તૈયાર.