07 August, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મગની દાળના આટાના ત્રિકોણિયા શક્કરપારા
સામગ્રી : અડધો વાટકો મગની પીળી દાળ, દોઢ વાટકો ઘઉંનો લોટ, પા કપ રવો, બે ચમચી દાળ વઘારવા તેલ અને બે ચમચી લોટમાં મોણ નાખવા માટે. એક ચમચી રાઈ, એક ચમચી જીરું, પા ચમચી હિંગ, લોટમાં નાખવા માટે બે ચમચી ચિલી ફ્લેક્સ, બે ચમચી તલ, એક ચમચી અજમો, સ્વાદ મુજબ મીઠું, તળવા માટે તેલ.
રીત :ઃ મગની દાળને એક કલાક પલાળો. પલળેલી દાળને પૅનમાં તેલ નાખી એમાં રાઈ-જીરું, હિંગ નાખી વઘારો અને બે ગ્લાસ પાણી નાખી ધીમા તાપે પકાવો. મીઠું નાખો અને થઈ જાય એટલે ઠંડી કરો.
એક થાળીમાં ઘઉંનો લોટ, રવો, મીઠું, અજમો, બે ચમચી તેલ, તલ, ચિલી ફ્લેક્સ નાખી પકાવેલી મગ દાળ નાખી લોટ બાંધો. દસ મિનિટ રેસ્ટ આપી પાતળો રોટલો વણી ત્રિકોણ આકાર કાપી શક્કરપારાને મીડિયમ આંચ પર તળો. ઠંડા પડે પછી ઍરટાઇટ ડબ્બામાં ભરો. ચા સાથે મોજ માણો.
-સુવર્ણા બક્ષી