06 August, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્ટફ્ડ વેજીઝ કૅન્ડી
સામગ્રી : ૨ કપ મિક્સ વેજીઝ - ફણસી, ગાજર, વટાણા, સ્વીટ કૉર્ન, બેલ પેપર, પાર્સલી ઝીણી કટ કરેલી, લીલા કાંદા. આ બધી વસ્તુ બે કપ જેટલી બારીક કટ કરેલી.
સૉસ : ૨ ચમચી ટમૅટો કેચપ, ૨ ચમચી પાસ્તા સૉસ, ૧ ચમચી રેડ અને ગ્રીન ચિલી સૉસ, મીઠું, સ્વાદ પ્રમાણે, ચીઝ ૩થી ૪ ક્યુબ, મોઝરેલા ચીઝ ૧/૨ કપ, મરી પાઉડર ચપટી, ઑરેગાનો ગાર્લિક પીત્ઝા સીઝનિંગ ૧ ચમચી, ચિલી ફ્લેક્સ ચપટી, મેયોનીઝ બે ચમચી.
અસેમ્બલિંગ કરવા : બ્રેડ ૫-૬ સ્લાઇસ ગોળ શેપમાં કાપેલી, આઇસક્રીમ સ્ટિક ૪થી ૫ જરૂર પ્રમાણે.
રીત : ઉપરનાં બધાં વેજિટેબલ્સને પારબૉઇલ કરો, કાંદા અને કૅપ્સિકમ (બેલ પેપર) સિવાય.
એક કડાઈમાં ૧/૨ ચમચી તેલ અને બે ચમચી બટર ઍડ કરી થોડું ગરમ થાય એટલે એમાં બેલ પેપર અને લીલા કાંદા અને એનાં થોડાં પાન ઍડ કરી ફુલ ફ્લેમ પર પાંચ મિનિટ સૉતે કરો. એમાં ઉપર પ્રમાણેનાં ૫/૬ બૉઇલ કરેલાં વેજિસ ઍડ કરવાં. એમાં બધાં સૉસ ઍડ કરી બરાબર ટૉસ કરી (હલાવી) બધું મિક્સ કરી એમાં મીઠું નાખી ગૅસ બંધ કરો અને પછી ચીઝ ખમણીને નાખો.
એસેમ્બલ કરવા માટે : બ્રેડની સ્લાઇસને ગોળ શેપમાં કટ કરી સ્લાઇસ પર મેયોનીઝ અને પીત્ઝા સૉસ અપ્લાય કરી એની ઉપર તૈયાર કરેલું ટૉપિંગ મૂકી પછી મોઝરેલા ચીઝને ઉપરથી ઍડ કરી બ્રેડ પર લગાવી બીજી સ્લાઇસને થોડી પાણીવાળી કરી એના ઉપર સીલ કરી વચ્ચેથી આઇસક્રીમ સ્ટિક ઍડ કરી પાછું પાણી લગાવી પછી પાંચ મિનિટ પછી ફ્રાયપૅનમાં થોડું ઘી અથવા બટર મૂકી તૈયાર કરેલી વેજીઝ કૅન્ડીને અંદર મૂકી ધીમા તાપે ગોલ્ડન ફ્રાય કરી બન્ને બાજુ ક્રિસ્પી કરી ગરમ-ગરમ વેજીઝ કૅન્ડી ઉપરથી સૉસ અને ચીઝ સ્પ્રિન્કલ કરી સર્વ કરો. બ્રેડની જગ્યાએ આ રોટલી પર સ્ટફ કરીને પણ કરી શકો છો. આઇસક્રીમ સ્ટિક મોટી લેવાની.
-મમતા જોટાણિયા