22 August, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુવાર સેવરી કેક
સામગ્રી : જુવારનો લોટ ૧ વાટકી, બેસન ૧ વાટકી, રવો ૧/૨ વાટકી, મિક્સ વેજિટેબલ ૧/૨ કપ (કોબી, કાંદો, કૅપ્સિકમ, ગાજર), આદું-મરચાંની પેસ્ટ.
વઘાર માટે : તેલ, લીમડો, રાઈ અને સફેદ તલ.
રીત : સૌપ્રથમ એક બાઉલમાં બધા જ લોટ અને શાક મિક્સ કરીને દહીં સાથે પલાળી રાખો. એમાં બધા જ મસાલા (મરચું, મીઠું, આદું-મરચાંની પેસ્ટ, હળદર, ગરમ મસાલો) નાખો અને અડધો કલાક રેસ્ટ આપો. હવે એક પૅનમાં વઘાર મૂકીને બૅટરમાં એક ચમચી ઈનો નાખીને હલાવવું. વઘાર આવે એટલે એમાં બૅટર નાખીને ઉપર સફેદ તલ નાખીને ઢાંકણું ઢાંકી દો. ૧૫થી ૨૦ મિનિટ પછી ઊથલાવી દેવું અને તૈયાર છે ગરમાગરમ જુવાર સેવરી કેક.