ફરાળી કાળા જાંબુ

08 August, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાના-નાના ગોળા વળે એટલા જ સ્ટફિંગમાંથી એકદમ નાના ગોળા વાળવા. પછી પનીરવાળા ગોળાને લઈ એમાં માવાવાળું સ્ટફિંગ નાખીને સરખા ગોળા વાળી લેવા

ફરાળી કાળા જાંબુ

સામગ્રી : મોળો માવો ૩૦૦ ગ્રામ, પનીર ૨૦૦ ગ્રામ, આરાલોટ (બાઇડિંગ માટે) ૫૦ ગ્રામ, કેસરના તાંતણા ૧૫થી ૨૦, ગુલાબજળ બે ચમચી, એલચી પાઉડર ૧ ચમચી, પિસ્તા-કાજુ અને બદામ એકદમ ઝીણાં સમારેલાં, જાંબુ તળવા માટે ઘી (જરૂર મુજબ)

ચાસણી માટે : સાકર ૫૦૦ ગ્રામ, પાણી ૭૫૦ મિલી., ગુલાબજળ ૧ ચમચી, એલચી પાઉડર અડધી ચમચી

બનાવવાની રીત : એક મોટી થાળીમાં માવાને ખમણીને મસળી લેવો. પછી એમાંથી થોડો મસળેલો માવો સ્ટફિંગ માટે સાઇડમાં કાઢી લેવો. એમાં કેસરના તાંતણા ગરમ કરીને ઍડ કરવા. પછી કાજુ, બદામ, પિસ્તાનો ભૂકો, એલચી પાઉ‍ડર, ગુલાબજળ બે ચમચી અને ૧ ચમચી બૂરું સાકર નાખીને બધું મિક્સ કરવું. સ્ટફિંગ રેડી છે. પછી બીજા બચેલા માવામાં પનીર ખમણીને ઍડ કરીને સાથે મસળી લેવું. એમાં આરાલોટ નાખી સરખું મસળીને લોટની જેમ બાંધી લેવું. એમાંથી નાના-નાના ગોળા વળે એટલા જ સ્ટફિંગમાંથી એકદમ નાના ગોળા વાળવા. પછી પનીરવાળા ગોળાને લઈ એમાં માવાવાળું સ્ટફિંગ નાખીને સરખા ગોળા વાળી લેવા. પછી એને ધીમા તાપે કાળા રંગના તળી લેવા.

ચાસણી માટે : ૫૦૦ ગ્રામ સાકરમાં પાણી, એલચી અને ગુલાબજળ નાખીને ચાસણી બનાવવી. પાણી ચીકણું થાય ત્યાં સુધી એને ઉકાળવી. પછી એમાં જાંબુ ઍડ કરવાં. ૭થી ૮ કલાક ચાસણીમાં રાખ્યા પછી એને પ્લેટમાં કાઢીને પિસ્તા અને વરખથી સજાવવાં.

-સીમા વરિયા

food news indian food mumbai food Gujarati food columnists life and style gujarati mid day mumbai