✕

અમદાવાદમાં જમવા બાબતે થયેલા ઝઘડામાં પત્નીએ છરી મારીને પતિની હત્યા કરી નાખી

08 November, 2026 02:34 PM IST  |  Ahemdabad | Gujarati Mid-day Correspondent

નરોડા વિસ્તારમાં નિવૃત્ત આર્મીમૅન દિલીપ ખરાડી તેમનાં પત્ની નિર્મલા અને બે બાળકો સાથે રહેતા હતા. પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઘરકંકાસ થતો હતો. ગુરુવારે રાતે પણ જમવાના સમયે પતિ-પત્ની વચ્ચે ફરી ઝઘડો થયો હતો.

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં ગુરુવારે રાતે પતિ-પત્ની વચ્ચે થયેલો ઝઘડો પતિ માટે જીવલેણ સાબિત થયો હતો. જમવાની બાબતે પતિ-પત્ની વચ્ચે કંકાસ થતાં આવેશમાં આવી જઈને પત્નીએ રસોડામાંથી શાક સમારવાની છરી લઈ આવીને પતિની છાતીના ભાગે ઘા કરી હત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતાં નરોડા પોલીસે પત્ની નિર્મલા ખરાડીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

નરોડા વિસ્તારમાં નિવૃત્ત આર્મીમૅન દિલીપ ખરાડી તેમનાં પત્ની નિર્મલા અને બે બાળકો સાથે રહેતા હતા. પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઘરકંકાસ થતો હતો. ગુરુવારે રાતે પણ જમવાના સમયે પતિ-પત્ની વચ્ચે ફરી ઝઘડો થયો હતો. આ દરમ્યાન પત્ની નિર્મલાએ પોતાનાં બે સંતાનોને બીજા રૂમમાં મોકલી દીધાં હતાં. પતિ-પત્ની વચ્ચેના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હશે અને આવેશમાં આવી જઈને પત્ની નિર્મલાએ રસોડામાં જઈને શાકભાજી સમારવાની છરી લઈ આવીને પતિ પર હુમલો કરી દીધો હતો. પતિ પર હુમલો કર્યા બાદ ખુદ પત્ની જ પતિને હૉસ્પિટલ લઈ ગઈ હતી. જોકે હૉસ્પિટલ પહોંચે એ પહેલાં જ દિલીપ ખરાડીનું મૃત્યુ થઈ ગયું હતું.

Gujarat Crime Crime News crime branch national news india news gujarat murder case