ગુજરાત કાલથી ફરી ધમધમશે

03 June, 2021 01:29 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

દુકાનો, કૉમ્પ્લેક્સ, લારીગલ્લા સવારે 9થી સાંજે 9 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની છૂટ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોનાનો કેર ઓછો થતાં શુક્રવારથી ૩૬ શહેરોમાં તમામ દુકાનો તેમ જ લારીગલ્લા સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લાં રાખી શકવાની છૂટ આપતો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે.

ગઈ કાલે કોર કમિટીની બેઠક યોજાઈ હતી; જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યનાં ૩૬ શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારીગલ્લા, શૉપિંગ કૉમ્પ્લેક્સ, હેરકટિંગ સલૂન, બ્યુટી-પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમ જ અન્ય વ્યાપારિક ગતિવિધિ ૪ જૂનથી સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી રાત્રે ૧૦ વાગ્યા સુધી થઈ શકશે.

ગુજરાતમાં હાલમાં ૩૬ શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે એની મુદત એક અઠવાડિયું વધારવાની જાહેરાત કરાઈ છે. એટલે કે ૩૬ શહેરોમાં ૪ જૂનથી ૧૧ જૂન સુધી રાત્રે ૯ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ રહેશે.

ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના 1333 નવા કેસ નોંધાયા તેમ જ ૧૮ જણના મૃત્યુ થયા. એ સાથે, ગુજરાતમાં સંક્રમિત થઈ ચૂકેલા લોકોની કુલ સંખ્યા ૮,૧૨,૦૬૩ ઉપર પહોંચી છે.

gujarat ahmedabad coronavirus covid19 Vijay Rupani