દાહોદમાં લગ્નમાં જમણવાર બાદ 400થી વધારે લોકોને ફૂડ પોઈઝનિંગ,હૉસ્પિટલમાં ખસેડાયા

21 April, 2026 07:14 PM IST  |  Dahod | Gujarati Mid-day Online Correspondent

Dahod Food Poisoning Case: ગુજરાતના દાહોદ જિલ્લામાં, અભલોદ ગામમાં એક લગ્ન સમારંભમાં હાજરી આપનારા 400 લોકો બીમાર પડ્યા. તેમણે લગ્ન સમારંભ દરમિયાન જમણવારમાં ભોજન કર્યું હતું. જમ્યાના કલાકોમાં જ લોકોને ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવો થવા લાગ્યો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ગુજરાતના દાહોદ જિલ્લામાં, અભલોદ ગામમાં એક લગ્ન સમારંભમાં હાજરી આપનારા 400 લોકો બીમાર પડ્યા. તેમણે લગ્ન સમારંભ દરમિયાન જમણવારમાં ભોજન કર્યું હતું. જમ્યાના કલાકોમાં જ લોકોને ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવો થવા લાગ્યો. બધાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ઘટના બાદ, સ્થાનિક વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી. બધા બીમાર લોકો હાલમાં સારવાર લઈ રહ્યા છે. આરોગ્ય વિભાગે ભોજનના નમૂના એકત્રિત કરીને પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.

0થી વધુ લોકોને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા

તાત્કાલિક તમામ લોકોને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ, ખાનગી વાહનો તેમજ અન્ય વાહનોમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર 50થી વધુ લોકોને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. જ્યારે 150થી વધુ લોકોને દાહોદની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. આ સિવાય અંદાજે 200 જેટલા લોકોને ગામમાં જ હાજર ડોક્ટરો તેમજ પીએસસી સેન્ટરના ડોક્ટરોને બોલાવી સ્થળ પર જ સારવાર આપવા માટેની ફરજ પડી હતી.

લગ્નના જમણવારમાં ખાવાથી બીમારી

અહેવાલો અનુસાર, અભલોદ ગામના રહેવાસી ભરતભાઈ રાઠોડના નાના દીકરા માટે લગ્નનો જમણવાર રાખવામાં આવ્યો હતો. લોકોને દાળ, ભાત, શાકપુરી, પાપડ, જ્યુસ, પનીર અને શાકભાજી પીરસવામાં આવ્યા હતા. ખાધા પછી, 400 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું. ગામમાં ગભરાટ ફેલાયો. બધાને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. એવું જાણવા મળ્યું છે કે 50 થી વધુ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 150 થી વધુ લોકોને સારવાર માટે દાહોદની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે.

અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા

ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય, આરોગ્ય અને ખાદ્ય વિભાગના અધિકારીઓ અને સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. શરૂઆતના અહેવાલો અનુસાર, એવી શંકા છે કે ફૂડ પોઇઝનિંગ કેરીના રસ અથવા પનીરની કરીના કારણે થયું હશે. જો કે, હજી સુધી સ્પષ્ટ નથી.

કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી

આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આ સિવાય કેટલાક લોકોને ખોરાકની ગંભીર અસર થઈ હોવાનું કહેવાય રહ્યું છે. લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની અસર કયો ખોરાક ખાવાથી થઈ હતી તે હજી સ્પષ્ટ થયું નથી. આ ઘટનાના પગલે સ્થાનિક ધારાસભ્ય, આરોગ્ય અને ફૂડ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. પ્રાથમિક અનુમાન મુજબ કેરીનો રસ અથવા તો પનીરની સબ્જીમાં ખોરાકી ઝેરની અસર થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે સંબંધિત તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવી રહ્યું છે.
 
dahod food and drink food news Gujarati food food and drug administration gujarat news news