ગુજરાતમાં ત્રીજી લહેરમાં એક જ દિવસમાં કોરોનાના રેકૉર્ડબ્રેક ૧૭૧૧૯ કેસ, ૧૦ દરદીઓનાં મૃત્યુ

19 January, 2022 09:08 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતનાં ચાર મોટાં શહેરમાં એક જ દિવસમાં કોરોનાના એક-એક હજારથી વધુ કેસ નોંધાયા

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં લઈને સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે ટાસ્ક-ફોર્સના એક્સપર્ટ ગ્રુપ ઑફ ડૉક્ટર્સની બેઠક યોજી હતી.

ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોનાનું સંક્રમણ દિવસે-દિવસે વધી રહ્યું છે. ત્રીજી લહેરમાં ગઈ કાલે ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના રેકૉર્ડબ્રેક ૧૭,૧૧૯ કેસ નોંધાયા હતા અને ૧૦ દરદીઓનાં મૃત્યુ થયાં હતાં. એટલું જ નહીં પરંતુ ત્રીજી લહેરમાં પહેલી વખત રાજકોટમાં કોરોનાના કેસનો આંક ૧૦૦૦ને પાર થયો હતો. બીજી તરફ ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં લઈને સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે સાંજે ટાસ્ક-ફોર્સના એક્સપર્ટ ગ્રુપ ઑફ ડૉક્ટર્સની બેઠક યોજી હતી.
ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના કુલ ૧૭,૧૧૯ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં ૫૯૯૮ કેસ નોંધાયા હતા અને ત્રણ દરદીઓનાં મૃત્યુ થયાં હતાં. સુરતમાં ૩૫૬૩ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત વડોદરામાં ૧૫૩૯ કેસ અને રાજકોટમાં ૧૩૩૬ કેસ નોંધાયા હતા. ગઈ કાલે સુરત જિલ્લામાં ૩ દરદીઓના, ભાવનગરમાં ૧ અને વલસાડ જિલ્લામાં ૧ દરદીનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા છ દિવસમાં જ ગુજરાતમાં કોરોનાના ૭૦,૩૯૪ કેસ નોંધાયા છે. અને ૩૭ દરદીઓનાં મૃત્યુ થયાં છે.

2,38,018
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા

gujarat gujarat news coronavirus covid19 shailesh nayak