25 October, 2025 07:48 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દિવાળીનું પર્વ હર્ષોલ્લાસથી ગુજરાતમાં ઊજવાઈ રહ્યું છે ત્યારે ફરી પાછો ગુજરાત પર માવઠાનો ખતરો મંડરાયો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાથી હવામાન વિભાગે આજથી ૩ દિવસ સુધી ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આજે સુરત, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, દીવ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે. ગુજરાતમાં આજથી ૩ દિવસ દરમ્યાન સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, ખેડા, આણંદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ક્યાંક હળવાથી મધ્યમ તેમ જ ભારે વરસાદ પડી શકે છે.