ગુજરાતમાં ૬૫૧ કિલોમીટર બિસમાર માર્ગોમાંથી ૬૦૯ કિલોમીટરનું સમારકામ થયું

15 July, 2025 08:34 AM IST  |  Navsari | Gujarati Mid-day Correspondent

૧૬,૧૯૬ ખાડાઓમાંથી ૧૬,૦૨૯ ખાડા પૂરી દેવાયા

નવસારી જિલ્લામાં માર્ગોનું સમારકામ થયું હતું.

ચોમાસામાં ભારે વરસાદના પગલે ગુજરાતની મહાનગરપાલિકાઓમાં કુલ ૬૫૧ કિલોમીટરના બિસમાર રોડમાંથી ૬૦૯ કિલોમીટરના રોડની મરામત કરવામાં આવી છે, જ્યારે ૧૬,૧૯૬માંથી ૧૬,૦૨૯ ખાડા પૂરી દેવામાં આવ્યા છે.

નવસારી શહેરમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં રોડની મરામત થઈ હતી.

સુરત જિલ્લામાં કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા નૅશનલ હાઇવે નંબર ૪૮ પર તાપી નદી પર આવેલા બ્રિજ પર થઈ રહેલા એક્સપાન્શન જૉઇન્ટના સમારકામની ચાલતી કામગીરી.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને જૂનાગઢ મહાનગરપાલિકામાં આવતા અંદાજે ૩૦૦ કિલોમીટરના બિસમાર રોડમાંથી યુદ્ધના ધોરણે ૨૯૧ કિલોમીટરથી વધુના રોડ-રસ્તાની મરામત કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારના રસ્તાઓનું સમારકામ થયું હતું.

આ ઉપરાંત મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વાપી, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીધામ અને પોરબંદર એમ ગુજરાતની નવી નવ મહાનગરપાલિકાના વિસ્તારમાં અંદાજે ૩૫૧ કિલોમીટર જેટલા બિસમાર રોડમાંથી યુદ્ધના ધોરણે ૩૧૮ કિલોમીટરના રસ્તાની મરામત કરવામાં આવી છે.

કચ્છના ગાંધીધામમાં નૅશનલ હાઇવે ઑથોરિટીના અધિકારીઓ દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરાયું હતું.

બ્રિજની શું હાલત છે?
ગુજરાતના કૉર્પોરેશન વિસ્તારમાં કુલ ૩૬૪ બ્રિજ આવેલા છે જેમાંથી ૨૩૧ બ્રિજ ખૂબ સારી સ્થિતિમાં છે, ૮૯ સારી સ્થિતિમાં છે, જ્યારે ૩૯ બ્રિજ જર્જરિત હાલતમાં છે. આ જર્જરિત બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે. સુરતમાં ૨૬ બ્રિજ; અમદાવાદ અને જૂનાગઢમાં ૩ બ્રિજ; વડોદરા, જામનગર અને નવસારીમાં બે બ્રિજ; રાજકોટમાં ૧ બ્રિજ જર્જરિત હાલતમાં છે જેની સમારકામ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

gujarat navsari ahmedabad vadodara gandhinagar surat rajkot bhavnagar news gujarat news gujarat government anand monsoon news Weather Update