અંધેરીનું આ ગણપતિ મંડળ કરે છે બાપ્પાના ‘વિનાયકી’ અવતારની સ્થાપના, જાણો ખાસિયત

18 September, 2026 08:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દસ દિવસના ગણેશોત્સવ દરમિયાન ભજવવામાં આવતું આ નાટક એક પરિવારની ત્રણ પેઢીઓનું ચિત્રણ કરે છે. તે એવો સંદેશ આપે છે કે લોકશાહીમાં અસંમતિ આવશ્યક હોવા છતાં, તેની સાથે જાગૃતિ, જવાબદારી અને રાષ્ટ્ર તથા તેના નાગરિકો પ્રત્યે આદરભાવ હોવો અત્યંત જરૂરી છે.

ભગવાન ગણેશના સ્ત્રી સ્વરૂપ `વિનાયકી` સાથે યોજાય છે લાઈવ નાટકો

અંધેરી ઈસ્ટના જેબી નગરમાં સ્થિત `રિદ્ધિ સિદ્ધિ મંડળે` ગણેશોત્સવ દરમિયાન યુવાનોમાં જવાબદારી સાથે વિરોધ, લોકોની સહભાગિતા અને રાષ્ટ્ર-નિર્માણ જેવા મુદ્દાઓ પર સંવાદ શરૂ કરવાની પહેલ કરી છે. 51 મા વર્ષની ઉજવણી કરતાં આ મંડળ લાઈવ થિયેટરના માધ્યમથી `જેન ઝી` સમક્ષ એક પ્રશ્ન રજૂ કર્યો છે: અન્યાય કે ખોટી બાબત સામે અવાજ ઉઠાવ્યા બાદ તેની સાથે આવતી જવાબદારીને કેવી રીતે નિભાવવી?

ત્રણ પેઢીઓ વચ્ચે અસંમતિનો સંદેશ

દસ દિવસના ગણેશોત્સવ દરમિયાન ભજવવામાં આવતું આ નાટક એક પરિવારની ત્રણ પેઢીઓનું ચિત્રણ કરે છે. તે એવો સંદેશ આપે છે કે લોકશાહીમાં અસંમતિ આવશ્યક હોવા છતાં, તેની સાથે જાગૃતિ, જવાબદારી અને રાષ્ટ્ર તથા તેના નાગરિકો પ્રત્યે આદરભાવ હોવો અત્યંત જરૂરી છે. ભારતની લગભગ અડધી વસ્તી 30 વર્ષથી ઓછી ઉંમરની છે; તેથી, દેશના ભવિષ્યને ઘડવામાં યુવાનોની ભૂમિકા નિર્ણાયક છે. મંડળનું કહેવું છે કે યુવાનોએ પોતાના અવાજને ઉપયોગ જવાબદાર અને ક્રિએટિવ રીતે કરવો જોઈએ. રિદ્ધિ સિદ્ધિ મંડળ ઘણા વર્ષોથી લાઈવ નાટકો દ્વારા સામાજિક મુદ્દાઓ પર પ્રકાશ પાડી રહ્યું છે. અગાઉ, મંડળે માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ, પારિવારિક સંબંધો, રાજકીય પક્ષ બદલવાની પ્રવૃત્તિ, શહેરની કથળતી માળખાગત સુવિધાઓ (ઈન્ફ્રાસ્ટ્રક્ચર), ટ્રાન્સજેન્ડર સમુદાયને સમર્થન અને ફેક ન્યૂઝની ચકાસણી જેવા વિષયો પર નાટકો ભજવ્યા છે. મંડળના આયોજક દિનેશ ચિંદરકરે જણાવ્યું હતું કે, "અમારા ગણપતિ મહોત્સવનો ઉદ્દેશ્ય ક્યારેય માત્ર પરંપરા પૂરતો સીમિત રહ્યો નથી. તે લોકોને એકસાથે લાવવાની અને સામાજિક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક પણ છે. `જેન ઝી` દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમના અવાજમાં મોટો પ્રભાવ રહેલો છે. અમે યુવાનોને પ્રોત્સાહિત કરવા માગીએ છીએ કે તેઓ જવાબદારીપૂર્વક, સકારાત્મક માનસિકતા સાથે અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજની ભાવના સાથે પોતાના અવાજનો ઉપયોગ કરે."

ઈકો-ફ્રઅન્ડલી બાપ્પાની મૂર્તિ

આ વર્ષે, મંડળે ભગવાન ગણેશના સ્ત્રી સ્વરૂપ `વિનાયકી`ની પ્રતિમાની સ્થાપિત કરી છે. આ મૂર્તિ ટિશ્યુ પેપર, ફટકડી અને કુદરતી ગુંદરનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. મંડળના જણાવ્યા અનુસાર, તે સંપૂર્ણપણે પર્યાવરણ-અનુકૂળ છે. મંડળે દરિયાઈ પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે કૃત્રિમ વિસર્જન કુંડનો ઉપયોગ કર્યો છે. દરિયાઈ પ્રદૂષણમાં વધારો કર્યા વિના આ ઉત્સવની ઉજવણી મંડળે કરી છે. આ પ્રયાસો દ્વારા, મંડળનો ઉદ્દેશ્ય પર્યાવરણના રક્ષણ અંગે વધુ જાગૃતિ અને જવાબદારીની ભાવના કેળવવાનો છે. આ વર્ષના ગણેશોત્સવ દરમિયાન, સામાજિક મુદ્દાઓ પર આધારિત આ જૂથના નાટકો અને તેમની પર્યાવરણ-અનુકૂળ ગણેશ મૂર્તિ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે, એમ દિનેશ ચિંદરકરે જણાવ્યું.

ગણેશોત્સવ 2026: મુંબઈમાં ઉત્સવના પાંચમા દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં 2,033 મૂર્તિઓનું વિસર્જન

BMC અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગણેશોત્સવ-2026 ના પાંચમા દિવસે, એટલે કે શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીમાં મુંબઈભરના વિવિધ જળાશયોમાં ભગવાન ગણેશ અને દેવી હરતાલિકા (પાર્વતી)ની કુલ 2,033 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ આંકડામાં 17 સાર્વજનિક ગણેશ મૂર્તિઓ, 2,011 ઘરગુતી ગણેશ મૂર્તિઓ અને પાંચ હરતાલિકા મૂર્તિઓનો સમાવેશ થાય છે.

ganpati ganesh chaturthi festivals andheri mumbai news whats on mumbai things to do in mumbai mumbai brihanmumbai municipal corporation