13 July, 2025 12:21 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
સાળંગપુરમાં ગઈ કાલે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનદાદાને એક હજાર કિલો કચ્છી ખારેકનો અન્નકૂટ ધરાવાયો
સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં ગઈ કાલે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનદાદાને એક હજાર કિલો કચ્છી ખારેકનો અન્નકૂટ ધરાવાયો હતો. અષાઢ મહિનાના શનિવાર નિમિત્તે ગઈ કાલે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનદાદાને મેઘધનુષની થીમવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત દાદાના સિંહાસન, ગર્ભગૃહ અને મંદિર-પરિસરમાં ૫૩૬ રંગબેરંગી છત્રીઓનું ડેકોરેશન કરાયું હતું.