વીજ-બચતના મેસેજવાળી રોશની અને રંગોળી અમદાવાદના સ્વામીનારાયણ મંદિરમાં દિવાળી નિમિત્તે નવતર પ્રયોગ

30 October, 2024 11:32 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

દિવાળી પ્રકાશ અને ઉત્સાહ-ઉમંગનું પર્વ છે ત્યારે અમદાવાદમાં પ્રકાશના આ પર્વની ઉજવણી સૌર-ઊર્જાના નવતર પ્રયોગ સાથે વીજ-બચતના મેસેજ સાથે કરવામાં આવી છે.

સ્વામીનારાયણ મંદિર પરિસરમાં સૌર-ઊર્જાની રંગોળી. (તસવીરઃ જનક પટેલ)

દિવાળી પ્રકાશ અને ઉત્સાહ-ઉમંગનું પર્વ છે ત્યારે અમદાવાદમાં પ્રકાશના આ પર્વની ઉજવણી સૌર-ઊર્જાના નવતર પ્રયોગ સાથે વીજ-બચતના મેસેજ સાથે કરવામાં આવી છે. મણિનગરમાં આવેલા શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના સ્વામીનારાયણ મંદિરમાં સૌર-ઊર્જાની રોશની અને રંગોળીએ હરિભક્તોને આકર્ષિત કર્યા હતા.

સ્વામીનારાયણ ગાદી સંસ્થાના ગુરુપ્રિય સ્વામીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રીયપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આ વખતે દિવાળીની ઉજવણી એક મેસેજ સાથે કરવી હતી અને એટલે વીજ-બચતના સંદેશા સાથે સંસ્થાના સાત સંતો અને હરિભક્તોએ સાથે મળીને એક અઠવાડિયું મહેનત કરીને સૌર-ઊર્જાનો વધુ ને વધુ ઉપયોગ થાય એ માટે મંદિર-પરિસરમાં ૬૦X૬૦ ફુટની સૌર-ઊર્જાની રોશની તૈયાર કરી છે જેમાં અમૃતકુંભ, દીપાવલીનો દીવો, ૩૦ ફુટ ઊંચો દીપમ મંડપ તેમ જ ૧૦X૧૦ ફુટની ત્રણ અલગ-અલગ રંગોળી બનાવી છે. આ રોશની અને રંગોળી દિવાળીના આ દિવસોમાં મંદિર-પરિસરમાં રહેશે અને આ દ્વારા હરિભક્તોને વીજ-બચત કરવા અને સૌર-ઊર્જાનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરશે.’ 

ahmedabad swaminarayan sampraday diwali festival gujarat gujarat news news religious places