26 June, 2025 11:40 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
અસ્થિ-વિસર્જન બાદ શ્રી ત્રિવેણી માતાજી મંદિર પાસેના પ્રાંગણમાં તેમના આત્માને શાંતિ મળે એ માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનાં અસ્થિનું મંગળવારે સોમનાથના ત્રિવેણી સંગમમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમનાં પત્ની અંજલિ રૂપાણી અને દીકરા ઋષભ રૂપાણીએ તમામ વિધિઓ કરી હતી. અસ્થિ-વિસર્જન બાદ શ્રી ત્રિવેણી માતાજી મંદિર પાસેના પ્રાંગણમાં તેમના આત્માને શાંતિ મળે એ માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી.