અમેરિકામાં ૧૩.૫ લાખ કોરોનાના નવા કેસ નોંધાયા

12 January, 2022 09:54 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ પહેલાં અહીં સૌથી વધુ દૈનિક કેસનો રેકૉર્ડ ત્રીજી જાન્યુઆરીએ બન્યો હતો કે જ્યારે ૧૦.૩ લાખ કેસ નોંધાયા હતા

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં સોમવારે કોરોનાના ૧૩.૫ લાખ નવા કેસ નોંધાયા હતા, જે સમગ્ર દુનિયામાં કોઈ પણ એક દેશમાં નોંધાયેલા સૌથી વધુ દૈનિક નવા કેસનો રેકૉર્ડ છે. અહીં ઓમાઇક્રોનના ફેલાવાની ગતિ ધીમી પડી નથી. 
આ પહેલાં અહીં સૌથી વધુ દૈનિક કેસનો રેકૉર્ડ ત્રીજી જાન્યુઆરીએ બન્યો હતો કે જ્યારે ૧૦.૩ લાખ કેસ નોંધાયા હતા. સાત દિવસમાં નવા કેસની ઍવરેજ છેલ્લાં બે અઠવાડિયાંમાં ત્રણ ગણી વધીને દિવસના સાત લાખ નવા કેસ થઈ છે. 
માત્ર નવા કેસ જ નહીં, પરંતુ આ દેશમાં હૉસ્પિટલમાં ઍડ્મિટ કોરોનાના દરદીઓની સંખ્યાના મામલે પણ નવો ચિંતાજનક રેકૉર્ડ બન્યો છે, જે સંખ્યા છેલ્લાં ત્રણ અઠવાડિયાંમાં ડબલ થઈ છે. ૧,૩૬,૬૦૪ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલાં ગયા વર્ષે જાન્યુઆરીમાં ૧,૩૨,૦૫૧ હૉસ્પિટલાઇઝ્ડ દરદીઓનો રેકૉર્ડ હતો.
નોંધપાત્ર છે કે, એક્સપર્ટ્સ સતત ચેતવણી આપી રહ્યા છે કે, ઓમાઇક્રોન ભલે માઇલ્ડ હોય, પરંતુ કેસીસની સંખ્યા એટલી વધારે છે કે, એનાથી આરોગ્ય માળખું ખોરવાઈ જવાનું જોખમ રહેલું છે. 

coronavirus covid19 international news united states of america