28 April, 2025 07:20 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
બિલાવલ ભુટ્ટોનો પરિવાર
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે લીધેલાં પગલાંથી પાકિસ્તાનમાં દહેશતનું વાતાવરણ છે અને મોટા-મોટા નેતાઓના પરિવારો દેશ છોડીને ભાગી રહ્યા છે. પાકિસ્તાન આર્મીના ચીફ અસીમ મુનિરના પરિવારે દેશ છોડી દીધો છે ત્યારે હવે જાણવા મળે છે કે બિલાવલ ભુટ્ટોના પરિવારે પણ પાકિસ્તાન છોડી દીધું છે અને આ પરિવાર કૅનેડા જતો રહ્યો છે.
ભારતે સિંધુ જળકરાર સસ્પેન્ડ કર્યો એના પગલે બિલાવલ ભુટ્ટોએ ધમકી આપી હતી કે પાકિસ્તાનને આપવામાં આવતું પાણી રોકવામાં આવશે તો લોહીની નદીઓ વહેશે. આ ધમકી આપ્યાના એક દિવસ બાદ જાણવા મળે છે કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોના પરિવારના સભ્યો બખ્તાવર ભુટ્ટો અને આસિફા ભુટ્ટો ગઈ કાલે સવારે પાકિસ્તાન છોડીને કૅનેડા જતાં રહ્યાં હતાં.
આ પહેલાં અસીમ મુનિરના પરિવારના સભ્યો પ્રાઇવેટ જેટમાં બ્રિટન અને ન્યુ જર્સી જતા રહ્યા છે.