04 November, 2025 08:36 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ફાઇલ તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ચીન, પાકિસ્તાન અને રશિયા જેવા દેશો એમનાં પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યા છે એવો દાવો એક ટીવી-મુલાકાતમાં કર્યો હતો, પણ ચીનની સરકારે આ દાવાને નકારી કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે અમે ‘નો ફર્સ્ટ યુઝ’ નીતિનું પાલન કરીએ છીએ. આ સંદર્ભમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે ‘ચીન હંમેશાં શાંતિપૂર્ણ વિકાસના માર્ગ પર રહ્યું છે. અમે જવાબદાર પરમાણુ સંપન્ન દેશ છીએ. અમે આત્મરક્ષા આધારિત પરમાણુ નીતિનું પાલન કરી રહ્યા છીએ અને પરમાણુ પરીક્ષણ પ્રતિબંધની પ્રતિજ્ઞાનું સન્માન કરતા આવ્યા છીએ.’
અમેરિકાએ ૩૦ વર્ષથી વધુ સમય પછી પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ ફરી શરૂ કરવાની યોજનાની જાહેરાત કરી છે.