13 April, 2025 01:40 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચીન અને અમેરિકા વચ્ચે એક તરફ ટ્રેડ-વૉર ચાલી રહી છે તો બીજી તરફ ભારતમાં ચીનના દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસે ૯ એપ્રિલ સુધીમાં ભારતીય નાગરિકોને ૮૫,૦૦૦થી વધારે વીઝા ઇશ્યુ કર્યા છે. ચીન દ્વારા એવા ભારતીયો માટે ટ્રાવેલ-પ્રોસેસને સરળ બનાવવાનો પ્રયાસ છે જેઓ ચીનની યાત્રા કરવા માગે છે. ભારતમાં ચીનના રાજદૂત શુ ફીહૉન્ગે વધુ સંખ્યામાં ભારતીયોને ચીન આવવા અને દેશને જોવાનો આગ્રહ કર્યો છે અને તેમને મિત્ર ગણાવ્યા છે. અગાઉ માર્ચમાં ચીનના રાજદૂતે જાહેરાત કરી હતી કે અમારા દેશે ભારતીયોને ૫૦,૦૦૦થી વધારે વીઝા ઇશ્યુ કર્યા છે.