14 March, 2026 11:29 AM IST | Tehran | Gujarati Mid-day Correspondent
અમે પણ યુદ્ધ માટે સજ્જ થઈ રહ્યા છીએ: ગઈ કાલે ઇઝરાયલના પાટનગર તેલ અવિવના બીચ પર પ્રી-મિલિટરી ટ્રેઇનિંગ લેતા યુવાનો.
ચીનના બીજિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને શુક્રવારે જાહેર કર્યું હતું કે ચીન ઈરાનની રેડ ક્રૉસ સોસાયટીને ૨,૦૦,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૧.૮૫ કરોડ રૂપિયાની મદદ કરશે. આ મદદ ખાસ એ પેરન્ટ્સ માટે છે જેમનાં સંતાનો અમેરિકા-ઇઝરાયલ દ્વારા થયેલા હુમલામાં મૃત્યુ પામ્યાં છે. ચીને એ ઉપરાંત પણ જરૂરી તમામ મદદ ઈરાનને કરવા માટે હાથ લંબાવ્યો છે.
ગઈ કાલે લેબૅનનના સિડોનમાં ઇઝરાયલે કરેલી અૅરસ્ટ્રાઇકમાં ડૅમેજ થયેલી કારમાં જતો પરિવાર.