પાકિસ્તાન સાથેના ફૅમિલી-બિઝનેસ માટે ભારત સાથેના સંબંધોને ડોનલ્ડ ટ્રમ્પે નુકસાન પહોંચાડ્યું છે

03 September, 2025 09:08 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાના ભૂતપૂર્વ નૅશનલ સિક્યૉરિટી અ‍ૅડ‍્વાઇઝરે કહ્યું...

ડોનલ્ડ ટ્રમ્પ, જેક સલિવૅન

અમેરિકાના ભૂતપૂર્વ નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) જેક સલિવૅને જણાવ્યું હતું કે પાકિસ્તાનની ટ્રમ્પના પરિવાર સાથે બિઝનેસ કરવાની ઇચ્છાને કારણે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ભારત સાથેના સંબંધોને નુકસાન પહોંચાડ્યું હતું.

આ મુદ્દે જેક સલિવૅને એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘મજબૂત અમેરિકા-ભારત સંબંધ આપણાં હિતોને સાચવે છે, પણ ટ્રમ્પે જે કર્યું છે એને કારણે અમેરિકાને એક મોટું વ્યૂહાત્મક નુકસાન પહોંચ્યું છે. ભારત-અમેરિકાના સંબંધોને બાજુ પર રાખવાથી જર્મની, જપાન અને કૅનેડા જેવા દેશો એવું વિચારવા પ્રેરાશે કે અમેરિકા પર વિશ્વાસ કરી શકાય નહીં. જો આપણા મિત્રો આપણા પર વિશ્વાસ ન કરે તો એ અમેરિકન લોકો અને આપણાં હિતો માટે લાંબા ગાળે ખતરનાક છે. અમેરિકાની તાકાત હંમેશાં વિશ્વસનીય ભાગીદારીના એના વચનમાં રહી છે. જોકે ભારત સાથેની વર્તમાન પરિસ્થિતિ માત્ર એના પર સીધી અસર કરી રહી નથી, પરંતુ વિશ્વભરમાં અમેરિકાની છબિને પણ નબળી પાડી રહી છે.’

આ વર્ષે એપ્રિલમાં ટ્રમ્પ સમર્થિત વર્લ્ડ લિબર્ટી ફાઉન્ડેશન (WLF)એ પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલ (PCC) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એવું માનવામાં આવે છે કે ટ્રમ્પ અને તેમના નજીકના સાથીઓ આ પ્રોજેક્ટમાં ૬૦ ટકા હિસ્સો ધરાવે છે જેને કારણે ભારત પ્રત્યેની તેમની વિદેશનીતિ પર અસર પડી છે. 

united states of america us president donald trump international news news world news india pakistan political news business news