શ્રીલંકામાં કોરોનાના અત્યંત તીવ્ર ચેપી વૅરિઅન્ટ મળ્યા

12 June, 2021 10:48 AM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

દેશના આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

ભારતીય ક્રિકેટરો આવતા મહિને શ્રીલંકામાં ક્રિકેટ સિરીઝ રમવા જવાના છે એવામાં ત્યાંના શૉકિંગ સમાચાર આવ્યા છે. શ્રીલંકામાં કોરોના વાઇરસના બે અત્યંત તીવ્ર ચેપી વૅરિઅન્ટ્સ મળ્યા હોવાનું એ દેશના આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું. શ્રીલંકામાં કોરોના રોગચાળાનો થર્ડ વેવ ચાલે છે.

ત્યાં અત્યાર સુધીમાં કોરોના ઇન્ફેક્શનના ૨,૧૬,૧૩૪ કેસ અને ૨૦૧૧ કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ નોંધાયાં છે.

શ્રીલંકાની શ્રી જયવર્દનપુરા યુનિવર્સિટીના એલર્જી, ઇમ્યુનિટી એન્ડ સેલ બાયોલૉજી ડિપાર્ટમેન્ટનાં ડિરેક્ટર ચંદીમા જીવનદરાએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘ B.1.1.7 અથવા અલ્ફા વૅરિઅન્ટ કોલંબો તથા દેશના અન્ય નવ વિસ્તારોમાં જોવા મળ્યો હતો. B.1.617.2 અથવા ડેલ્ટા વૅરિઅન્ટ કોલંબો પાસેની વાસ્કાદુવા ક્વૉરન્ટીન ફેસિલિટીમાં મળ્યો છે.’

coronavirus covid19 international news sri lanka