21 January, 2026 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન ડૉ. ઉદય સામંત અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર પૅવિલિયનનું ઉદ્ઘાટન કર્યું
મહારાષ્ટ્ર સરકારે સોમવારે દાવોસ, સ્વિટ્ઝરલૅન્ડ ખાતે વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ (WEF)ની વાર્ષિક બેઠકના પહેલા દિવસે ૧૯ સમજૂતી-કરારો (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં ૧૪.૫ લાખ કરોડ રૂપિયાની રોકાણ-પ્રતિબદ્ધતાઓ અને ૧૫ લાખથી વધુ નોકરીઓ, રોજગાર સામેલ છે.
મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન ડૉ. ઉદય સામંત અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર પૅવિલિયનનું ઉદ્ઘાટન કર્યું અને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રની વિશ્વસનીયતા એ એની સૌથી મોટી તાકાત છે. અમે જે કહીએ છીએ એ કરીએ છીએ. આ સુસંગતતાએ વૈશ્વિક ઉદ્યોગસાહસિકોનો વિશ્વાસ વધાર્યો છે, રાજ્ય આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે ભારતનું પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે.’
આ બાબતે વિગતો આપતાં ચીફ મિનિસ્ટર ઑફિસે જણાવ્યું હતું કે ‘આ MoUs વિવિધ ક્ષેત્રોમાં છે અને મહારાષ્ટ્રની કન્ઝ્યુમર માર્કેટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફૅસિલિટીની તૈયારી અને લાંબા ગાળાના ડેવલપમેન્ટના મૂળભૂત સિદ્ધાંતોમાં રોકાણકારો મજબૂત વિશ્વાસ દર્શાવી રહ્યા છે.’