22 October, 2025 11:15 AM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
સનાએ તાકાઇચી
જપાનની લિબરલ ડેમોક્રૅટિક પાર્ટીનાં અધ્યક્ષ સનાએ તાકાઇચીને ગઈ કાલે જપાનની સંસદે વડાં પ્રધાન તરીકે પસંદ કરી લીધાં હતાં. લિબરલ ડેમોક્રૅટિક પાર્ટીએ એક દિવસ પહેલાં જ જપાન ઇનોવેશન પાર્ટી સાથે ગઠબંધન કરી લેતાં સનાએ તાકાઇચીનો વડા પ્રધાનપદનો રસ્તો બન્યો હતો. એક દક્ષિણપંથી મહિલાનું વડા પ્રધાનપદે ચૂંટાવું એ જપાનમાં ઐતિહાસિક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને સોશ્યલ મીડિયા પર શુભેચ્છા આપી હતી.
સનાએ તાકાઇચીએ ગઈ કાલે વડા પ્રધાન બન્યા પછીની પહેલી જ સ્પીચમાં કહ્યું હતું કે ‘હું કામ, કામ અને કામ કરીશ અને બીજા બધાને પણ કામ કરવા કહીશ. હું પોતે વર્ક-લાઇફ બૅલૅન્સના વિચારમાં નથી માનતી.’