રમજાનના પહેલા દિવસે સેહરીના સમયે કરાચીમાં ભીષણ વિસ્ફોટ : ૧૬ લોકોનાં મોત, ૧૪ ઘાયલ

20 February, 2026 10:40 AM IST  |  Karachi | Gujarati Mid-day Correspondent

કરાચીમાં ગૅસની અછતને કારણે મોટા ભાગના ઓછી આવક ધરાવતા વિસ્તારોમાં કેટલાય પરિવારો લિક્વિડ પેટ્રોલિયમ ગૅસનાં સિલિન્ડર વાપરે છે

વિસ્ફોટ વહેલી સવારે સાડાચાર વાગ્યે પહેલા માળે થયો હતો

પાકિસ્તાનના કરાચીમાં ગુરુવારે એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ગૅસ-લીકેજને કારણે થયેલા વિસ્ફોટમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૧૬ લોકોનો જીવ ગયો હતો અને ૧૪ ઘાયલ થયા હતા. વિસ્ફોટ વહેલી સવારે સાડાચાર વાગ્યે પહેલા માળે થયો હતો. આ બિલ્ડિંગ જૂના સોલ્જર બજાર વિસ્તારમાં છે. આ ઘટના રોજા રાખતી વખતે સેહરી કરવાના સમયે થઈ હતી. સૂરજ નીકળતાં પહેલાં કરવામાં આવતા ભોજનને સેહરી કહેવાય છે.

કરાચીમાં ગૅસની અછતને કારણે મોટા ભાગના ઓછી આવક ધરાવતા વિસ્તારોમાં કેટલાય પરિવારો લિક્વિડ પેટ્રોલિયમ ગૅસનાં સિલિન્ડર વાપરે છે. પોલીસે કહ્યું હતું કે ‘સવારના સમયે સિલિન્ડરમાંથી ગૅસ લીક થઈ રહ્યો હતો જે આગના સંપર્કમાં આવતાં સિલિન્ડર ફાટ્યું હતું અને વિસ્ફોટ થયો હતો. બિલ્ડિંગ પણ જર્જરિત સ્થિતિમાં હોવાથી વિસ્ફોટમાં એક ભાગ ઢળી પડ્યો હતો. અત્યાર સુધીમાં ૧૬ શબ કાઢવામાં આવ્યાં છે.’

karachi blast pakistan international news world news news