28 October, 2024 11:53 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
આયાતોલ્લા ખોમે, મોજતબા ખોમે
૧૯૮૯થી ઈરાનના સુપ્રીમ લીડર રહેલા ૮૫ વર્ષના આયાતોલ્લા ખોમેની ગંભીર બીમાર છે અને તેમના સ્થાને કોને સુપ્રીમ લીડર બનાવવા એની લડાઈ ચાલી રહી છે. એક તરફ ઇઝરાયલ દ્વારા હુમલા થઈ રહ્યા છે ત્યારે વારસદાર અને ઉત્તરાધિકારીના મુદ્દે પણ ઈરાનમાં ચર્ચા છે. અહેવાલો જણાવે છે કે તેમના પંચાવન વર્ષના બીજા પુત્ર મોજતબા ખોમેની તેમના ઉત્તરાધિકારી બની શકે એમ છે.