News Updates: ગ્વાટેમાલા નજીક મેક્સિકોના દરિયાકાંઠે ૭.૪ની તીવ્રતાનો શક્તિશાળી ધરતીકંપ, સુનામીની ચેતવણી

18 July, 2026 12:18 PM IST  |  Mexico | Gujarati Mid-day Correspondent

News Updates: અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનનું પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

મેક્સિકોના સાઉથના રાજ્ય ચિયાપાસના દરિયાકાંઠે ગઈ કાલે ૭.૪ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી છે. અમેરિકાની સુનામી ચેતવણી સિસ્ટમે જણાવ્યું હતું કે ભૂકંપના કેન્દ્રથી ૩૦૦ કિલોમીટર દૂર આવેલા દરિયાકાંઠે ખતરનાક મોજાં ઊછળવાની શક્યતા છે. ભૂકંપના કારણે નજીકના ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોરમાં પણ ધરતીકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુએસ જીઓલૉજિકલ સર્વે (USGS)ના જણાવ્યા અનુસાર મેક્કસિન શહેર પ્યુર્ટો માડેરો નજીક ભૂકંપ આવ્યો હતો અને તે ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતો. 

અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનનું પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત, ભારે વીજકટોકટી સર્જાઈ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા હવાઈ હુમલાના કારણે ઈરાનનું પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગંભીર સંકટમાં આવી ગયું છે. ઈરાનના ઊર્જા મંત્રાલયે સ્વીકાર્યું છે કે એના વીજ-નેટવર્ક પર થયેલા હુમલાને કારણે લશ્કરી લક્ષ્યાંકો સિવાય સામાન્ય વ્યવસ્થાને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. દક્ષિણના પ્રાંતોમાં અસાધારણ ગરમી વચ્ચે વીજપુરવઠો ખોરવાઈ જતાં મંત્રાલયે લોકોને ઓછી વીજળી વાપરવા અપીલ કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડી પર નિયંત્રણના વિવાદમાં ઈરાનના પાવર-પ્લાન્ટ્સ અને બ્રિજને નિશાન બનાવવાની ધમકી બાદ આ હુમલા થયા હતા. 

થાણેમાં પાણી માટે મોરચો

થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં બહુ ઓછા પ્રેશર સાથે અને એ પણ ગંદું પાણી આવતું હોવાથી મહિલાઓ વીફરી હતી અને માથા પર હાંડા મૂકીને ગઈ કાલે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેડક્વૉર્ટર પર મોટી સંખ્યામાં પહોંચી ગઈ હતી. મહિલાઓએ ચોખ્ખું અને પૂરતું પાણી મળી રહે એ માટે રજૂઆત કરી હતી. 

international news national news world news news mexico earthquake united states of america iran