ભારતના ‘ઓપરેશન સિંદૂર`થી ડરી ગયો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ, રાતોરાત પાકિસ્તાન છોડી ભાગ્યો

10 May, 2025 06:26 AM IST  |  Karachi | Gujarati Mid-day Online Correspondent

Operation Sindoor: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનથી ભાગી ગયો હોવાના અહેવાલ છે

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ફાઇલ તસવીર

ભારત (India)નું સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં ૨૨ એપ્રિલે મંગળવારે થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)ના જવાબમાં ભારતે મંગળવારે રાત્રે લગભગ ૧.૪૪ વાગ્યે, ભારતે પાકિસ્તાન (Pakistan) અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pakistan Occupied Kashmir)માં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (Line of Control - LOC) અને આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની સેના દ્વારા રાતોરાત ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. બાદમાં ગુરુવારે રાત્રે, ભારતે જમ્મુ (Jammu), પઠાણકોટ (Pathankot), ઉધમપુર (Udhampur અને કેટલાક અન્ય સ્થળોએ મિસાઇલો અને ડ્રોનથી લશ્કરી મથકો પર હુમલો કરવાના પાકિસ્તાની સૈન્યના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. હવે ભારત-પાકિસ્તાન વચ્ચે ટેન્શન (India-Pakistan Tension) વધ્યું છે. ત્યારે પાકિસ્તાનમાંથી એક મોટા સમાચાર બહાર આવ્યા છે. મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) પાકિસ્તાન છોડીને ભાગી ગયો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનથી ભાગી (Underworld Don Dawood Ibrahim left Karachi) ગયો છે. તે વર્ષોથી પાકિસ્તાનના કરાચી (Karachi) શહેરમાં રહે છે. ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન એટલું ડરી ગયું કે આતંકવાદને આશ્રય આપનારા પાકિસ્તાને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ, તેના ખાસ સાથી છોટા શકીલ (Chota Shakeel) અને મુન્ના જિંગાડા (Munna Jhingada)ને છુપાવી દીધા.

ભારતીય લશ્કરી કાર્યવાહીને કારણે, દાઉદ ઇબ્રાહિમ અને તેના સાથીઓ પોતાનો જીવ બચાવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા છે. તે કરાચીથી ભાગી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કરાચીથી તેને હટાવવા પાછળ ISIનો હાથ છે. આ હુમલાને કારણે દાઉદનો આખો પરિવાર ડરી ગયો છે. તે તેની પત્ની મહજબીન, પુત્ર મોઈન, તેના નાના ભાઈ અનીસ ઇબ્રાહિમ અને દાઉદના ડાબા હાથ છોટા શકીલ સાથે કરાચી છોડી ગયો છે. વધુમાં, દાઉદનો ખાસ શૂટર મુન્ના જિંગાડા પણ દાઉદ સાથે છે. આ એ જ મુન્ના છે જેણે બેંગકોકમાં છોટા રાજન પર હુમલો કર્યો હતો.

સૂત્રોએ દાવો કર્યો છે કે, દાઉદ ઇબ્રાહિમ, છોટા શકીલ અને મુન્ના ઝીંગરા ત્રણેય પાકિસ્તાન છોડીને બીજા કોઈ દેશમાં ભાગી ગયા છે. સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે, ભારતના હવાઈ હુમલાથી ડરી ગયેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડી રહ્યો છે.

એજન્સીના સૂત્રોએ એમ પણ કહ્યું કે, તેઓ આ ઇનપુટ પર નજર રાખી રહ્યા છે અને તેઓ એવું પણ માની રહ્યા છે કે કદાચ દાઉદ અને તેના સાથીઓ પાકિસ્તાનમાં ક્યાંક બીજે ક્યાંક છે અને એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે આવા ઇનપુટ ફેલાવવામાં આવી રહ્યા છે. એજન્સી તેમની પાસે ઉપલબ્ધ વિવિધ સ્ત્રોતોમાંથી દરેક પ્રકારના ઇનપુટની ચકાસણી કરી રહી છે.

ind pak tension dawood ibrahim karachi pakistan india operation sindoor indian army indian air force indian navy indian coast guard international news news