Pahalgam Terror Attack: આતંકવાદીના ઘરને બ્લાસ્ટ કરી ઉડાવી દેવાયું, સૈન્ય એક્શન મોડમાં!

26 April, 2025 06:59 AM IST  |  Pakistan | Gujarati Mid-day Online Correspondent

Pahalgam Terror Attack: આદિલ ગુરી બિજબેહરાનો રહેવાસી છે. તેનું જ ઘર આ વિસ્ફોટમાં ઉડી ગયું છે. આતંકી હુમલામાં તેનું નામ પણ સામે આવ્યું હતું.

પહલગામ આતંકવાદી હુમલામાં જોડાયેલા આદિલ ઠોકરના ઘરની બૂરી હાલત (તસવીર સૌજન્ય - પીટીઆઈ)

Pahalgam Terror Attack: તાજેતરમાં જ પહલગામમાં થયેલા આંતકી હુમલા બાદ આખો દેશ ગુસ્સામાંછે અને ભારતીય સેના પણ આતંકવાદીઓને અને આ કાવતરા પાછળ જેટલા પણ જણનો હાથ છે તે તમામને પાઠ ભણાવવા સજ્જ છે. હવે એક મહત્વપૂર્ણ અહેવાલ મળી રહ્યા છે કે પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સૈનિકોએ આતંકવાદી આસિફ શેખના ઘરને ઉડાવી દીધું છે. કારણકે આ સમગ્ર ષડયંત્ર પાછળ આસિફ શેખ મુખ્ય વ્યક્તિ હોવાનું કહેવાય છે.

આ સાથે એવી પણ માહિતી મળી રહી છે કે આસિફ શેખ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો છે પહેલગામ હુમલાના કાવતરામાં મહત્વપૂર્ણ ભૂમિકા હતી. આ કાવતરા પાછળ તેનો બહુ મોટો ભાગ હોવાનું પણ સામે આવ્યું છે. પહલગામમાં થયેલા આતંકી હુમલામાં ઘણા સુરક્ષા જવાનો ઘાયલ થયા હતા અને વિસ્તારમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ રહી હતી.

આ સમગ્ર કાવતરા પાછળ આસિફ શેખ અને આદિલ ગૂરી બંનેનું નામ સામે આવી રહ્યું છે. 

જુઓ આંતકવાદીના ઘરની હાલત આ વિડીયોમાં

Pahalgam Terror Attack: સુરક્ષા દળના જવાનો આદિલ અને આસિફ શેખના ઘરે સર્ચ ઓપરેશન માટે પહોંચ્યા હતા ત્યાં જવાનોને કશુંક ન શંકાસ્પદ લગતા ભયનો અહેસાસ થયો હતો. ભય લાગતાં જ સુરક્ષા દળના જવાનો પાછળ હટી ગયા હતા અને ત્યારબાદ કહેવાય છે કે ત્યાં મોટો વિસ્ફોટ થયો હતો. જેમાં ઘરને ઉડાવી દેવામાં આવ્યું હતું. પોલીસનું કહેવું છે કે ઘરમાં વિસ્ફોટક સામગ્રી હતી. આ જ કારણસર ઘરમાં  વિસ્ફોટ થયો હતો. આ કાવતરા પાછળ જે નામ જોડાયેલ છે તે આદિલ થોકર પણ લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી છે. જે આદિલ ગુરી તરીકે ઓળખાય છે. તે બિજબેહરાનો રહેવાસી છે. તેનું જ ઘર આ વિસ્ફોટમાં ઉડી ગયું છે. પહેલગામ હુમલામાં આદિલનું નામ પણ સામે આવ્યું હતું. 

પહલગામમાં થયેલા હુમલા (Pahalgam Terror Attack) બાદ પાકિસ્તાન શાંત નથી પડ્યું. તે હજી વધારે ને વધારે નાપાક હરકતો કરી રહ્યું છે. પાકિસ્તાન પોતાની નાપાક  હરકતોને સહેજ પણ બંધ કરવા તૈયાર નથી. તેણે એલઓસીના કેટલાક ભાગોમાં આખી રાત ગોળીબાર કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. ભારતીય સેનાએ પણ તેનો યોગ્ય જવાબ આપ્યો છે. જોકે, આ ગોળીબારમાં કોઈ નુકસાનના સમાચાર નથી. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરહદ પર તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. ભારતીય સેના પણ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. ફરી આવી કોઈ પરિસ્થિતિ ન સર્જાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ 22 એપ્રિલે કાશ્મીરના પહલગામના બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલામાં (Pahalgam Terror Attack) આપણા 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા. આ હુમલો દેશ માટે સૌથી મોટો હુમલો કહી શકાય.આ હુમલામાં માર્યા જનાર મૃતકોમાં યુપી, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નેપાળ અને યુએઈના એક-એક પ્રવાસી અને બે સ્થાનિક લોકો પણ માર્યા ગયા.

pakistan jammu and kashmir national news india indian army Pahalgam Terror Attack terror attack