13 May, 2025 12:14 PM IST | Lahore | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાની સેનાનો ચીફ અસીમ મુનિર
પાકિસ્તાનમાં લાહોરથી લઈને રાવલપિંડી સુધી ભારત ઍર સ્ટ્રાઇક કરી રહ્યું હતું ત્યારે પાકિસ્તાની સેનાનો ચીફ અસીમ મુનિર એક બંકરમાં છુપાઈ ગયો હતો એવી માહિતી સામે આવી છે. મુનિર અંદાજિત ત્રણ કલાક સુધી બંકરમાં છુપાયેલો રહ્યો હતો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ જવાબી કાર્યવાહી હેઠળ રાવલપિંડીમાં નૂર ખાન ઍરબેઝ પર સ્ટ્રાઇક કરી દીધી હતી. મુનિર એ સમયે ઍરબેઝ પાસેના પોતાના સરકારી આવાસમાં હાજર હતો. હુમલાને જોતાં મુનિરને તાત્કાલિક બંકરમાં લઈ જવાયો હતો. સંપૂર્ણ સ્ટ્રાઇક દરમ્યાન મુનિર બંકરમાં છુપાયેલો રહ્યો હતો.