પાકિસ્તાનમાં ચોમાસાએ હાહાકાર મચાવ્યો : ૮૫૪ મૃત્યુ, ૨૦ લાખનું સ્થળાંતર, ૨૨૦૦ ગામ ડૂબ્યાં

02 September, 2025 11:14 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરને કારણે જૂનથી અત્યાર સુધીમાં આશરે ૮૫૪ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૧૦૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાનમાં ચોમાસાએ હાહાકાર મચાવ્યો

ભારતથી વહેતી રાવી, સતલજ અને ચિનાબ નદીઓમાં પૂર આવતાં એક તરફ ભારતના પંજાબમાં ભારે પૂરની પરિસ્થિતિ છે ત્યારે આ નદીઓનું પાણી પાકિસ્તાનના પંજાબમાં જતાં ત્યાં પણ લાખો લોકોને પ્રભાવિત કર્યા છે. પાકિસ્તાનના પંજાબમાં ૨૨૦૦ ગામ ડૂબી ગયાં છે અને આશરે ૨૦ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવાનો વારો આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોની સાથે લાહોર જેવું શહેર પણ ડૂબી ગયું છે. પાણીની આવક સતત વધતી રહેતાં અનેક વિસ્તારોમાં સુપર ફ્લડની ઍલર્ટ આપવામાં આવી છે. ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરને કારણે જૂનથી અત્યાર સુધીમાં આશરે ૮૫૪ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૧૦૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે.

pakistan monsoon news landslide international news news world news