પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં આંદોલનકારીઓએ સરકારને આપ્યું ૪૮ કલાકનું અલ્ટીમેટમ

11 July, 2026 01:11 PM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાની રેન્જર્સના ગોળીબારમાં વધુ બે લોકોનાં મૃત્યુ પછી તંગદિલી વધી, ૧૫ જુલાઈએ મુઝફ્ફરાબાદ તરફ કૂચ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)માં પાકિસ્તાની રેન્જર્સે ક્રૂરતાની બધી હદો પાર કરીને રાવલાકોટમાં ગુરુવારે બપોરે એકઠા થયેલા બે હજાર પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરતાં બે જણનાં મૃત્યુ થયાં હતાં અને ૧૩ ઘાયલ થયા હતા. આ ગોળીબાર સાથે PoKમાં પાકિસ્તાની સેનાના ગોળીબારમાં મૃત્યુઆંક ૬૧ પર પહોંચી ગયો છે. આ ઘટના બાદ જમ્મુ-કશ્મીર જૉઇન્ટ આવામી અૅક્શન કમિટી (JAAC)એ પાકિસ્તાન સરકારને એની ૩૮ મુદ્દાની માગણીઓનો ઉકેલ લાવવા માટે ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જો કોઈ કાર્યવાહી નહીં થાય તો મોટાં વિરોધ-પ્રદર્શનોની જાહેરાત કરવામાં આવી છે. ૧૫ જુલાઈએ વિરોધીઓ રાજધાની મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરશે.

pakistan india Pakistan occupied Kashmir Pok international news world news news