આ માટે ઇઝરાયલ સરકાર જવાબદાર

23 October, 2024 12:09 PM IST  |  Israel | Gujarati Mid-day Correspondent

હમાસના હુમલામાં બચી ગયેલી યુવતીએ એક વર્ષ પછી જન્મદિવસે જ કર્યો આપઘાત, પરિવારે કહ્યું…

શિરેલ ગોલાન

ઇઝરાયલમાં ૨૦૨૩ની ૭ ઑક્ટોબરે હમાસે કરેલા હુમલા વખતે બચીને નાસી છૂટવામાં સફળ રહેલી નૉર્થ-વેસ્ટ ઇઝરાયલના પોરાટ શહેરમાં રહેતી શિરેલ ગોલાને રવિવારે તેની બાવીસમી વર્ષગાંઠે આપઘાત કરી લીધો હતો. તે ગયા એક વર્ષથી પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર (PTSD)થી પીડાઈ રહી હતી. આ સંદર્ભે તેના પરિવારે આરોપ લગાવ્યો હતો કે અમે આખો દિવસ તેના જન્મદિવસની ઉજવણી કરવાના હતા, પણ તેણે જીવન ટૂંકાવી દીધું હતું. તેની સારવારમાં ઇઝરાયલ સરકારે અમને પૂરતો સાથ આપ્યો નહોતો, આના કારણે તેણે અંતિમ પગલું ભર્યું છે. તેના ભાઈએ કહ્યું હતું કે ગયા વર્ષે ૭ ઑક્ટોબરે તે માનસિક રીતે મરી ગઈ હતી અને રવિવારે તે શારીરિક રીતે મૃત્યુ પામી હતી; સરકારે હવે જાગી જવાની જરૂર છે, નહીંતર આવી ઘટનાઓ અનેક પરિવારોમાં થવા લાગશે.

israel mental health heart attack suicide international news news