13 April, 2025 01:28 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે વધુ એક નિર્ણય પલટ્યો છે. ડોનલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રે ગઈ કાલે જાહેરાત કરી હતી કે સ્માર્ટફોન અને લૅપટૉપ જેવી ઇલેક્ટ્રૉનિક આઇટમોને પારસ્પરિક (રેસિપ્રોકલ) ટૅરિફમાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણય ઇલેક્ટ્રૉનિક સામાનોના ભાવ ઓછા રાખવામાં મદદ કરશે જે સામાન્ય રીતે અમેરિકામાં નથી બનતા. નવી જાહેરાતથી ઍપલ અને સૅમસંગ જેવી મોટી ટેક કંપનીઓને પણ ફાયદો થશે. ઍપલ જેવી મોટી ટેક કંપનીઓનાં મોટા ભાગનાં ઉત્પાદનો ચીનમાં ઉત્પાદિત અને ઍસેમ્બલ થાય છે. અમેરિકન કસ્ટમ્સ ડ્યુટી અને બૉર્ડર પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે સ્માર્ટફોન, લૅપટૉપ, સેમિકન્ડક્ટર અને ફ્લૅટ-પૅનલ મૉનિટર બનાવવા માટે વપરાતી મશીનો જેવી વસ્તુઓને પણ મુક્તિ આપવામાં આવશે.