કોરોનાના ત્રીજા વેવ પહેલાં યુકેમાં 12-15 વર્ષના બાળકોને આપી શકાશે ફાઇઝરની વેક્સિનનો ડોઝ

04 June, 2021 05:46 PM IST  |  London | Gujarati Mid-day Online Correspondent

ફાઇઝરની વેક્સિન માટે આ મંજૂરી અમેરિકી અને યુરોપીય યુનિયને  પણ આપી હતી. 

પ્રતીકાત્મક તસવીર

બ્રિટનના નિયામકે ફાઇઝર-બાયોએનટેક તરફથી બનાવવામાં આવેલી કોરોના વેક્સિન (Corona vaccine) ને 12થી 15 વર્ષના બાળકોને આવવા માટે મંજૂરી આપી છે. બ્રિટનના દવા નિયામકે શુક્રવારે કહ્યું કે, ખુબ ઊંડી સમીક્ષા બાદ તે જાણ્યું કે ફાઇઝર-બાયોએનટેકની વેક્સિન 12-15 વર્ષના કિશોર માટે સુરક્ષિત છે. ફાઇઝરની વેક્સિન માટે આ મંજૂરી અમેરિકી અને યુરોપીય યુનિયને  પણ આપી હતી. 

બ્રિટનની મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડોક્ટ્સ રેગ્યુલેટરી  એજન્સી (MHRA)એ આજે જાહેર કર્યું હતું કે સલામતીના આકરા અવલોકન બાદ અને તેની અસરકારકતા નાણીને આ વયના બાળોકને વેક્સિન આપવાનો નિર્ણય લેવાયો છે.  કંપની તરફથી આપવામાં આવેલા ડેટાના આધાર પર  MHRA એ પોતાના અસેસમેન્ટમાં જાણ્યું કે વેક્સિનથી થનાર ફાયદા તેની સાથે જોડાયેલા જોખમ કરતા વધુ છે. આ પહેલા યુરોપીયન મેડિસિન્સ એજન્સીએ ફાઇઝરની વેક્સિનને 12થી 15 વર્ષના બાળકોને આપવાની ભલામણ કરી હતી. આ નિર્ણય રોગચાળા દરમિયાન મહાદ્વીપમાં પ્રથમવાર બાળકોને રસી લગાવવાનો માર્ગ ખોલી રહ્યો છે.  

ફાઇઝર-બાયોએનટેકની રસીને 27 દેશોના યુરોપીય સંઘમાં સૌથી પહેલા મંજૂરી મળી હતી અને ડિસેમ્બરમાં 16 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોને લગાવવા માટે લાઇસન્સ આપવામાં આવ્યું હતું.  ઈએમએની બાળકોને રસી લગાવવાની મંજૂરી આપવાની ભલામણ અમેરિકામાં 2000થી વધુ કિશોરો પર થયેલા અભ્યાસ પર આધારિત છે. ટ્રાયલમાં રસી સુરક્ષિત અને અસરકારક જોવા મળી છે. સંશોધકો બાળકોમાં આગામી બે વર્ષ સુધી રસીના ડોઝની લાંબાગાળાની સુરક્ષા પર નજર રાખશે. 

ફાઇઝર- બાયોએનટેક Covid-19 વેક્સિનનો ઉપયોગ 16 વર્ષથી ઉપરનાં તમામ માટે માન્ય છે. હ્યુમન મેડિસિન કમિશનનાં અધ્યક્ષ પ્રોફેસર સર મુનિર પીરમોહંમદે જણાવ્યું કે, "12-15 વર્ષનાં 2000 જેટલા બાળકો પર અભ્યાસ કરાયો હતો જેમાં પ્લેસેબો-કન્ટ્રોલ્ડ ક્લિનિકલ ટ્રાયલ્સ કરવામાં આવી હતી. સાત દિવસ પછી જ્યારે બંન્ને ડૉઝ અપાઇ ગયા હતા ત્યાર બાદ કોરોનાવાઇરસનાં એક પણ કેસિઝ નહોતા જ્યારે પ્લેસેબો ગ્રૂપમાં 16 કેસિઝ હતા."

જો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વિકસિત દેશોમાં -  સમૃદ્ધ દેશોમાં નાની વયનાં-કિશોરોને વેક્સિન આપવાની આ પહેલની ટિકા કરી હતી અને કોવેક્સ ઇનિશ્યેટિવમાં શોટ્સ આપવાની અપીલ કરી હતી.

 

coronavirus covid vaccine united kingdom