✕

અમેરિકાએ ૧૪ ટ્રેડિંગ પાર્ટનરો પર ટૅરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો, ભારત પર પચીસ ટકાનો દર લાગી શકે

26 November, 2026 11:39 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

જો ભારત અમેરિકા સાથે કોઈ વેપાર કરાર કરે તો આ દર ઘટીને ૧૭ ટકા થઈ શકે છે. ચીન સાથેનો હાલનો વેપાર-વિરામ સમાપ્ત થાય તો આ દર ૪૦ ટકા સુધી પહોંચી શકે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમેરિકાએ ૧૪ ટ્રેડિંગ પાર્ટનરો પર નવી ટૅરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને આ પ્રસ્તાવ હેઠળ ભારત પર ૨૫ ટકા સુધીનો દર લાગી શકે છે. આઠ મહિના સુધી ચાલેલી સેક્શન ૩૦૧ની તપાસ બાદ અમેરિકાએ આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પગલું કથિત રીતે વધુ પડતી ઔદ્યોગિક ક્ષમતાના મુદ્દાને લઈને લેવામાં આવ્યું છે. ભારત પર ૨૫ ટકા સુધીની ટૅરિફ લાગી શકે છે, પરંતુ જો ભારત અમેરિકા સાથે કોઈ વેપાર કરાર કરે તો આ દર ઘટીને ૧૭ ટકા થઈ શકે છે. ચીન સાથેનો હાલનો વેપાર-વિરામ સમાપ્ત થાય તો આ દર ૪૦ ટકા સુધી પહોંચી શકે છે.

આ મુદ્દે વરિષ્ઠ અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ પ્રશાસને બંગલાદેશ, કંબોડિયા, યુરોપિયન યુનિયન, ભારત, ઇન્ડોનેશિયા, જપાન, સાઉથ કોરિયા, મલેશિયા, સિંગાપોર, સ્વિટ્ઝરલૅન્ડ, તાઇવાન, થાઇલૅન્ડ અને વિયેતનામ પર પણ ટૅરિફનો પ્રસ્તાવ મૂક્યો છે. હાલ માટે મેક્સિકો અને નૉર્વેને નવી ટૅરિફમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે.

united states of america world trade centre donald trump japan south korea india bangladesh cambodia singapore news finance news business news international news tariff