અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી, ૧૯ જૂને થશે શાંતિ કરાર

15 June, 2026 09:36 AM IST  |  Tehran | Gujarati Mid-day Online Correspondent

US-Iran Peace Deal: પશ્ચિમ એશિયામાં સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે એક મહત્વપૂર્ણ શાંતિ સમજૂતી; આ સમજૂતી અંતર્ગત આગળના તબક્કા માટે ૬૦ દિવસની વાટાઘાટોનો પ્રસ્તાવ; બંને દેશો વચ્ચેના બાકી રહેલા વિવાદિત મુદ્દાઓ પર થશે ચર્ચા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ (Middle East Crisis)નો અંત લાવવા માટે અમેરિકા (United States of America) અને ઈરાન (Iran) વચ્ચે એક ઐતિહાસિક શાંતિ સમજૂતી થઈ ગઈ છે. ઈરાનના કાનૂની અને આંતરરાષ્ટ્રીય બાબતોના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદી (Kazem Gharibabadi)એ અમેરિકા સાથેની આ શાંતિ સમજૂતીની (US-Iran Peace Deal) પુષ્ટિ કરી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ પણ વોશિંગ્ટન (Washington) અને તેહરાન (Tehran) વચ્ચે આ સમજૂતી પૂર્ણ થઈ હોવાની જાહેરાત કરી છે અને સાથે જ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પરથી અમેરિકી નૌકાદળની નાકાબંધી હટાવવાની પણ ઘોષણા કરી છે.

૧૯ જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાશે હસ્તાક્ષર સમારોહ

પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાન શહબાઝ શરીફ (Shehbaz Sharif)એ સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (X) પર એક પોસ્ટ દ્વારા આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું કે, બંને પક્ષો લેબનોન સહિત તમામ મોરચે લશ્કરી કામગીરી તાત્કાલિક અને કાયમી ધોરણે બંધ કરવા સંમત થયા છે. આ શાંતિ સમજૂતી માટેનો સત્તાવાર હસ્તાક્ષર સમારોહ ૧૯ જૂનના રોજ સ્વિટ્ઝર્લેન્ડ (Switzerland)માં યોજાશે. શહબાઝ શરીફે આ મધ્યસ્થતા પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ કતાર (Qatar), સાઉદી અરેબિયા (Saudi Arabaia) અને તુર્કી (Turkey)નો આભાર માન્યો હતો.

ઈરાને શાંતિ સમજૂતીને પોતાની જીત ગણાવી

ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ જણાવ્યું કે, ‘જે દુશ્મને પોતાના નાપાક ઉદ્દેશ્યો પૂરા કરવા માટે હુમલો કર્યો હતો, તે તેના તમામ લક્ષ્યોમાં નિષ્ફળ રહ્યો છે અને ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાને આ યુદ્ધમાં મોટી જીત મેળવી છે.’ તેમણે ઉમેર્યું કે, ‘આ સમજૂતી માત્ર મુત્સદ્દીગીરી (ડિપ્લોમેસી નું પરિણામ નથી, પરંતુ તે ઈરાનની સૈન્ય સિદ્ધિઓ અને શહીદોના પવિત્ર લોહીની આભારી છે.’

ગરીબાબાદીએ સ્પષ્ટ કર્યું કે, પ્રસ્તાવિત ૬૦ દિવસની આગામી વાટાઘાટોમાં ઈરાન ત્યારે જ જોડાશે જ્યારે તે યુદ્ધ સમાપ્ત કરવા, નાકાબંધી હટાવવા અને ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિ મુક્ત કરવા અંગેની વોશિંગ્ટનની પ્રતિબદ્ધતાઓનું સફળતાપૂર્વક વેરિફિકેશન કરી લેશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આ સમજૂતીનો અર્થ અમેરિકા પર આંધળો ભરોસો કરવો એવો નથી, ઈરાન અમેરિકાના દરેક પગલા પર નજર રાખશે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ (Truth Social) પર લખ્યું, ‘ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન સાથેની સમજૂતી હવે પૂર્ણ થઈ ગઈ છે. સૌને અભિનંદન. હું હોર્મુઝની સામુદ્રધુનીને કોઈપણ શુલ્ક વિના ખોલવાની સંપૂર્ણ મંજૂરી આપું છું અને સાથે જ અમેરિકી નૌકાદળની નાકાબંધી તાત્કાલિક હટાવવાનો આદેશ આપું છું. દુનિયાના તમામ જહાજો, પોતાના એન્જિન શરૂ કરી દો. તેલ (ક્રૂડ ઓઈલ) ને બહાર આવવા દો.’

iran united states of america donald trump middle east crisis pakistan qatar saudi arabia turkey switzerland international news world news news