ઘર કે ઑફિસમાં માસ્ક વગર વાત કરવાથી કોરોના વાઇરસના ફેલાવાની વધુ શક્યતા

10 June, 2021 01:18 PM IST  |  Washington | Agency

ઘર કે ઑફિસ જેવા બંધ સ્થળે માસ્ક વગર બોલવાને કારણે કોરોના વાઇરસના ફેલાવાની શક્યતાઓ વધુ​ રહે છે એમ એક તપાસમાં જણાવાયું છે.

પ્રતીકાત્મક તસવીર

ઘર કે ઑફિસ જેવા બંધ સ્થળે માસ્ક વગર બોલવાને કારણે કોરોના વાઇરસના ફેલાવાની શક્યતાઓ વધુ​ રહે છે એમ એક તપાસમાં જણાવાયું છે.

મંગળવારે ઇન્ટર્નલ મેડિસિનના જર્નલમાં પ્રસિદ્ધ થયેલા સંશોધન મુજબ કઈ રીતે બોલતી વખતે વિવિધ કદની શ્વસનક્રિયા દરમ્યાન બહાર આવતાં સૂક્ષ્મ ટીપાં વાઇરસનું વહન કરી શકે છે. આ ટીપાં થોડી મિનિટ સુધી હવામાં સ્થિર રહી શકે છે તેમ જ હવાના પ્રવાહથી અંતર પણ કાપી શકે છે. જ્યારે પણ લોકો માસ્ક પહેર્યા વગર વાત કરતા હોય છે ત્યારે આવાં ઝરમર ટીપાં ઊડતાં હોય છે. વાઇરસથી સંક્રમિત ટીપામાંથી પાણીનું બાષ્પીભવન થાય છે તો એમાંના વાઇરસ મિનિટો માટે હવામાં તરતા રહે છે. આ રીતે બીજાઓને એ જોખમમાં મૂકે છે. 

અભ્યાસ બાદ જાણવા મળ્યું છે કે આવાં સંક્રમિત ટીપાં કોરોના રોગચાળાની શરૂઆતથી જ દેખાયાં હતાં. ભલે કોરોના વાઇરસના ફેલાવા માટે આ એકમાત્ર કારણ ન હોય, પરંતુ નાનકડી જગ્યામાં માસ્ક વગર બોલવાને કારણે કોરોના વાઇરસના ફેલાવાની શક્યતાઓ અનેકગણી વધી જાય છે. ખાવા-પીવાની તેમ જ મોટેથી બોલવાની પ્રવૃત્તિઓ ઘરમાં જ થતી હોય છે, પરંતુ બાર અને રેસ્ટોરાં કોરોનાના ફેલાવાનું મુખ્ય કેન્દ્ર બની જાય છે.

washington coronavirus covid19 international news