અમેરિકાની લૅબોરેટરીએ ગયા વર્ષે વુહાનની લૅબમાંથી વાઇરસના લીકેજની થિયરીને સમર્થન આપેલું

09 June, 2021 02:15 PM IST  |  America | Agency

અમેરિકાની એક લૅબોરેટરીએ વર્ષ ૨૦૨૦માં કોરોના વાઇરસ અને રોગચાળાનાં મૂળ બાબતે સંશોધન કર્યાં બાદ એ વાઇરસ વુહાનની લૅબોરેટરીમાંથી લીકેજ થયો હોવાની થિયરીને સમર્થન આપ્યું હોવાનું અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

એ.એફ.પી.

અમેરિકાની એક લૅબોરેટરીએ વર્ષ ૨૦૨૦માં કોરોના વાઇરસ અને રોગચાળાનાં મૂળ બાબતે સંશોધન કર્યાં બાદ એ વાઇરસ વુહાનની લૅબોરેટરીમાંથી લીકેજ થયો હોવાની થિયરીને સમર્થન આપ્યું હોવાનું અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. ઉક્ત લૅબોરેટરીના સંશોધનના અહેવાલનો ઉપયોગ અમેરિકાની સરકારે રોગચાળાના ઉદ્ભવ સંબંધી સંશોધન માટે ગયા વર્ષના ઑક્ટોબર મહિનામાં હાથ ધરેલા સંશોધન માટે કર્યો હતો.

કૅલિફોર્નિયાની લૉરેન્સ લિવરમોર નૅશનલ લૅબોરેટરીએ ગયા વર્ષના મે મહિનાની ૨૭મીએ પ્રકાશિત કરેલા સંશોધનના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ‘રોગચાળા માટે કારણભૂત કોરોના વાઇરસ વુહાનસ્થિત લૅબોરેટરીમાંથી લીક કરવામાં આવ્યો હોવાની ધારણામાં વજૂદ છે. એ દિશામાં સંશોધન કરવું જોઈએ.’ 

અનલૉક લંડનમાં રાહદારીઓ ખૂબ લાપરવાહ

લંડનની ઑક્સફર્ડ સ્ટ્રીટ પર સોમવારે આ ચાર મહિલાઓ બજારમાં માસ્ક સાથે ખરીદી કરવા નીકળી હતી અને તેમણે માસ્ક ઉતારી રાખ્યું હતું. ઇંગ્લૅન્ડમાં ઘણુંખરું અનલૉક થઈ ગયું છે, પરંતુ એ દેશમાં ડેલ્ટા વેરિઅન્ટના ફેલાવાનો હજી પણ ભય છે. આલ્ફા વેરિઅન્ટ કરતાં ડેલ્ટા વેરિઅન્ટ ૪૦ ટકા વધુ ઝડપથી ફેલાય છે. જાન્યુઆરીમાં આલ્ફા (કેન્ટ) વેરિઅન્ટને કારણે જ દેશમાં ફરી લૉકડાઉન જાહેર કરવું પડ્યું હતું.  

washington united states of america coronavirus covid19