WHOએ ફરી ચેતવ્યા- "એ માનવું જોખમી છે કે ઑમિક્રૉન કોરોનાનો છેલ્લો વેરિએન્ટ હશે"

24 January, 2022 08:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિશ્વના અનેક દેશોમાં જાહેર કોરોના સંકટ વચ્ચે ફરી એકવાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી ચેતવણી આપવામાં આવી છે. WHOએ કહ્યું કે હાલ એ માનવું ખૂબ જ જોખમી છે કે ઑમિક્રૉન કોરોના વાયરસનું છેલ્લું વેરિએન્ટ હશે.

પ્રતીકાત્મક તસવીર

વિશ્વના અનેક દેશોમાં જાહેર કોરોના સંકટ વચ્ચે એકવાર ફરી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) તરફથી ચેતવવામાં આવ્યા છે. WHOએ કહ્યું કે હાલ એ માનવું ખૂબ જ જોખમી છે કે ઑમિક્રૉન કોરોના વાયરસનો છેલ્લો વેરિએન્ટ હશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું કે આપણે એ ન માનવું જોઈએ કે કોરોના પોતાના છેલ્લા સમયમાં છે. WHOની ટેક્નિકલ લીડ મારિયા વાન કેરખોવ (Maria Van Kerkhove)એ લોકોને ચેતવ્યા છે કે આગામી દિવસોમાં આના અનેક વેરિએન્ટ સામે આવી શકે છે.

કેરખોવે કહ્યું, "આ વાયરસ હજી પણ વિકસિત થઈ રહ્યો છે અને બદલાઇ રહ્યો છે અને આપણે તે પ્રમાણે બદલાઇએ અને સમાયોજિત કરવાની જરૂર છે. આપણે ન તો ફક્ત વિશ્વમાં વેક્સિનેશનનો વિસ્તાર વધારવાનો છે, પણ પ્રયત્ન કરવો છે વધારે સંક્રમણથી બહાર નીકળે. આ ઑમિક્રૉન આનું અંતિમ સંસ્કરણ નહીં હોય."

મારિયા વાન કેરખોવનું નિવેદન WHOના યૂરોપના નિદેશક હૈન્સ ક્લૂઝ દ્વારા કરવામાં આવેલા દાવા કેટલાક કલાક પછી આવ્યા જેમાં તેમણે કહ્યું હતું કે વિશ્વમાં તબાહી મચાવનારા હાલના ઑમિક્રૉન વેરિએન્ટ બાદ યૂરોપમાં મહામારીનો અંત આવી શકે છે.

હેન્સ ક્લૂઝે કહ્યું કે ઑમિક્રૉન વેરિએન્ટના આવવાની સાથે જ મહામારીએ એક નવા ચરણમાં પ્રવેશ કર્યો છે. આ યૂરોપની 60 ટકા સંખ્યાને સંક્રમિત કરશે. જો કે, વેરિએન્ટ છેવટે મહામારીને અંત તરફ લઈ જશે. શક્યતા છે કે આના પછી કોરોના મહામારી ખતમ થઈ જાય. તેમણે કહ્યું કે મહામારી પોતાના અંત તરફ વધી રહી છે. WHO પ્રમાણે, કોરોનાનું ઑમિક્રૉન વેરિએન્ટ 171 દેશોમાં પહોંચી ચૂક્યો છે. મોટાભાગના દેશોમાં ડેલ્ટા ઝડપથી  ફેલાઈ રહ્યો છે અને આગળ નીકળી ગયો છે.

international news Omicron Variant coronavirus covid19 world health organization