BMCના ઇલેક્શનની મતદારયાદીના ડ્રાફ્ટમાં ૧૧ લાખ ડબલ મતદાર

26 November, 2025 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મતદારોનાં નામ યાદીમાં ડબલ આવતાં હોવાના આક્ષેપો બાદ BMCએ ગઈ કાલે એ ડબલ નામ આવતા મતદારોના આંકડા જાહેર કર્યા હતા

ફાઇલ તસવીર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીઓ પર આખા રાજ્યની નજર મંડાઈ છે. સ્ટેટ ઇલેક્શન કમિશને ૨૦ નવેમ્બરે મતદારયાદીનો ડ્રાફ્ટ જાહેર કર્યો હતો. આ મતદારયાદીમાં બહુ જ ગરબડ હોવાની ફરિયાદ શિવસેના (UBT),  મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને અન્ય વિરોધ પક્ષોએ સ્ટેટ ઇલેક્શન કમિશનને કરી હતી. મતદારોનાં નામ યાદીમાં ડબલ આવતાં હોવાના આક્ષેપો બાદ BMCએ ગઈ કાલે એ ડબલ નામ આવતા મતદારોના આંકડા જાહેર કર્યા હતા. એ અનુસાર વૉર્ડ-વાઇઝ લીધેલી માહિતી અનુસાર કુલ ૧૧,૦૧,૫૦૫ મતદારોનાં નામ બે વાર આવ્યાં હોવાનું BMCએ જણાવ્યું છે.

S વૉર્ડમાં સૌથી વધુ ૬૯,૫૦૦ જ્યારે B વૉર્ડમાં સૌથી ઓછા ૮૩૯૮ ડબલ મતદાર છે. ભાંડુપ મતદારસંઘ કે જ્યાં સૌથી વધારે પ્રભાગ છે ત્યાં પણ ૬૯,૫૦૦ ડબલ નામ જોવા મળ્યાં છે. કેટલાક ચોક્કસ પ્રભાગમાં ડબલ મતદારોની સંખ્યા બહુ છે.  

brihanmumbai municipal corporation bmc election shiv sena maharashtra navnirman sena maharashtra news maharashtra mumbai mumbai news