24 August, 2026 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ફૂડ અૅન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંઢે દ્વારા રાજ્યમાં છૂટક ખાદ્યતેલના વેચાણ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ સામે વેપારીઓમાં ભારે રોષ ભડકી ઊઠ્યો છે. આ નિર્ણયના વિરોધમાં નાશિક ખાતે રાજ્યભરના ખાદ્યતેલ વેપારીઓની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી જેમાં તુકારામ મુંઢેના આ નિર્ણયને અદાલતમાં પડકારવાનો અને રાજ્ય સરકારને નિર્ણય પાછો ખેંચવા ૧૫ દિવસનું અલ્ટિમેટમ આપવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારી સંગઠનોએ ચેતવણી આપી છે કે જો સરકાર આ નિર્ણય પર પુનર્વિચાર નહીં કરે તો રાજ્યભરના વેપારીઓ રસ્તા પર ઊતરીને આંદોલન કરશે અને કેન્દ્ર સરકાર સમક્ષ પણ રજૂઆત કરશે.