મુંબઈ ઍરપોર્ટ પરથી ૮.૬ કરોડ રૂપિયાના હાઇડ્રોપોનિક ગાંજા સાથે પકડાઈ ૩ મહિલા

06 June, 2025 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ આરોપી મહિલાઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

મુંબઈ ઍરપોર્ટ પરથી ગાંજા સાથે પકડાઈ ૩ મહિલા

મુંબઈ ઍરપોર્ટ પર બૅન્ગકૉકથી આવેલી ૩ ભારતીય મહિલાઓને ૮.૬ કરોડ રૂપિયાની કિંમતના હાઇડ્રોપોનિક એટલે કે જમીનને બદલે પાણીમાં અન્ય પોષક તત્ત્વો સાથે ઉગાડવામાં આવતા ગાંજા સાથે પકડવામાં આવી હતી.

કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ તેમને મળેલી બાતમીના આધારે ઍરપોર્ટ પર ૩ મહિલાઓના સામાનની તપાસ કરી હતી. એમાંથી ૮.૬ કિલો હાઈ ક્વૉલિટીનો હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત આશરે ૮.૬ કરોડ રૂપિયા છે. પૂછપરછ દરમ્યાન મહિલાઓએ જણાવ્યું હતું કે તેમને મફતમાં ફૉરેન ટ્રિપ કરવાની લાલચ આપવામાં આવી હતી.

નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ આરોપી મહિલાઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

mumbai airport crime news mumbai crime news bangkok airlines news mumbai police news mumbai news mumbai