૨૦૨૫માં મહારાષ્ટ્રના લોકો ૩૨.૭૮ લાખ નવાં વાહનોના માલિક બન્યા

02 January, 2026 07:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં આખા વર્ષમાં ૩,૦૨,૮૯૭ વાહનોનાં રજિસ્ટ્રેશન થયાં

પ્રતીકાત્મક તસવીર

૨૦૨૫માં મહારાષ્ટ્રમાં ૩૨.૭૮ લાખ નવાં વાહનોની નોંધણી થઈ હતી. ગયા વર્ષ કરતાં આ વર્ષે વાહનોની ખરીદીમાં ૧૩.૫૫ ટકાનો વધારો થયો હતો. નવાં નોંધાયેલાં વાહનોમાં ટૂ-વ્હીલરની સંખ્યા સૌથી વધુ છે. રાજ્યમાં લોકોએ ૨૨.૯૨ લાખ નવાં  ટૂ-વ્હીલર ખરીદ્યાં છે. નવાં વાહનોની ખરીદીમાં ૫.૦૫ લાખ કાર, ૧.૪૬ લાખ ટ્રૅક્ટર, ૧.૩૫ લાખ ટ્રક, ૮૮,૩૫૨ ઑટોરિક્ષા, ૫૭,૧૫૯ અન્ય વાહનો અને ૧૩,૩૪૬ બસનો સમાવેશ છે. સરકારી આંકડા મુજબ ૨૦૨૫માં મુંબઈની ચાર રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)માં કુલ ૩,૦૨,૮૯૭ નવાં વાહનો નોંધાયાં હતાં. વડાલા RTOમાં સૌથી વધુ ૮૪,૯૦૮ વાહનો નોંધાયાં હતાં. ત્યાર બાદ બોરીવલી RTOમાં ૭૮,૨૩૨, તાડદેવ RTOમાં ૭૬,૦૭૬ અને અંધેરી RTOમાં ૬૩,૬૮૧ વાહનો નોંધાયાં હતાં. જોકે મુંબઈથી વધુ રાજ્યમાં સૌથી મોટી સંખ્યામાં પુણે RTOમાં ૩,૩૧,૪૮૮ વાહનો નોંધાયાં હતાં.

mumbai news mumbai automobiles maharashtra government maharashtra pune