મુંબઈમાં મરાઠીમાં સાઇનબોર્ડ વગરની ૩૭૭૪ દુકાનોને બે કરોડ રૂપિયાનો દંડ

08 May, 2026 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

MNSએ માગણી કરી છે કે જો દુકાનદારો ન સુધરે તો તેમનાં લાઇસન્સ રદ કરવાં જોઈએ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં દુકાનો અને કમર્શિયલ કૉમ્પ્લેક્સ પર મરાઠી ભાષામાં નામ લખેલું બોર્ડ લગાવવાના નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે BMCએ કડક કાર્યવાહી શરૂ કરી છે. BMC દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમ્યાન નિયમનો ભંગ કરનારી ૩૭૭૪ દુકાનો પાસેથી અંદાજે બે કરોડ રૂપિયા જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર દુકાન અને સંસ્થા અધિનિયમ મુજબ તમામ નાની-મોટી દુકાનો પર દેવનાગરી લિપિમાં બોર્ડ હોવું ફરજિયાત છે અને એની ફૉન્ટ-સાઇઝ અન્ય ભાષા કરતાં નાની ન હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટની સૂચના અને અનેક સમયમર્યાદા આપવા છતાં નિયમનું પાલન ન કરનારાઓ સામે BMCએ આ દંડનીય કાર્યવાહી કરી છે.

બીજી તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ BMCની આ કાર્યવાહીને અપૂરતી ગણાવી છે. MNSના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે મુંબઈમાં હજી પણ હજારો દુકાનો પર મરાઠી બોર્ડ નથી અને BMC માત્ર દેખાડો કરી રહી છે. MNSએ માગણી કરી છે કે જો દુકાનદારો ન સુધરે તો તેમનાં લાઇસન્સ રદ કરવાં જોઈએ. 

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra