બિનવિરોધ જીતેલા મહારાષ્ટ્ર વિધાનપરિષદના ૯ ઉમેદવારોને સર્ટિફિકેટ મળી ગયાં

06 May, 2026 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ઔપચારિક રીતે તેઓ ચૂંટાઈ આવ્યા હોવાનાં સર્ટિફિકેટ તેમને આપવામાં આવ્યાં હતાં

પ્રતીકાત્મક તસવીર

વિધાનપરિષદની ૯ બેઠકો માટેની ચૂંટણી માટેનાં નૉમિનેશન પાછાં ખેંચવાની તારીખ બીજી મે રાખવામાં આવી હતી. ત્યાર બાદ રેસમાં રહેલા ૯ ઉમેદવારો અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી બિનવિરોધ ચૂંટાઈ આવ્યા હતા. જોકે ગઈ કાલે ઔપચારિક રીતે તેઓ ચૂંટાઈ આવ્યા હોવાનાં સર્ટિફિકેટ તેમને આપવામાં આવ્યાં હતાં.

વિધાનપરિષદની આ ચૂંટણી માટે વિવિધ પક્ષોના ૯ અને ૪ અપક્ષ ઉમેદવારોએ ફૉર્મ ભર્યાં હતાં. જોકે એ ૪ અપક્ષોનાં ફૉર્મ સ્ક્રૂટિનીમાં રદ થતાં બાકી બચેલા ૯ ઉમેદવારો બિનવિરોધ જીતી ગયા હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

કોણ-કોણ જીત્યું?

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સુનીલ કર્જતકર, માધવી નાઈક, સંજય ભેંડે, વિવેક કોલ્હે અને પ્રમોદ જઠાર ચૂંટાઈ આવ્યાં હતાં. શિવસેનાનાં ડૉ. નીલમ ગોર્હે અને બચ્ચુ કડુ, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના ઝીશાન સિદ્દીકી અને શિવસેના (UBT)ના અંબાદાસ દાનવે પણ ચૂંટાઈ આવ્યા હતા.  

mumbai news mumbai parliament maharashtra news maharashtra