માન ન માન, મૈં તેરા મેહમાન

23 August, 2026 06:30 AM IST  |  Chhatrapati Sambhaji Nagar | Gujarati Mid-day Correspondent

કોઈ પણ સત્તા ન હોવા છતાં મનમાની કરીને, સ્વયંઘોષિત સુધારાવાદી બનીને સ્કૂલોમાં ઘૂસવા બદલ અભિજિત દીપકે સહિત ૬ જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો

અભિજિત દીપકે

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક તથા દિલ્હીના જંતર મંતર પર આંદોલન કરીને અંધાધૂંધી ફેલાવનારા અભિજિત દીપકે દ્વારા ચલાવવામાં આવેલી  ‘સ્કૂલ ઠીક કરો’ ઝુંબેશને પગલે તેની અને તેના સાથીદારો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. કોઈ પણ સરકારી હોદ્દો ન હોવા છતાં, સત્તાવાર પદ હાંસલ ન હોવા છતાં અને કોઈ પણ જાતની પરવાનગી મેળવ્યા વિના મનમરજીથી સરકારી સ્કૂલોમાં બળજબરીપૂર્વક ઘૂસીને મનમાની કરવા બદલ અભિજિત દીપકે સહિત કુલ ૬ જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ૨૦ ઑગસ્ટે અભિજિત દીપકે કોઈ પણ જાતની પરવાનગી વગર પોતાના માણસો સાથે બળજબરીપૂર્વક સરકારી સ્કૂલોમાં ઘૂસ્યો હતો અને ત્યાં પોતાની નેતાગીરી દાખવીને પરવાનગી વગર જ 
વિડિયો-શૂટિંગ કર્યું હતું. આ દરમ્યાન કોઈ પણ જાતની સરકારી કે સત્તાવાર લાયકાત ન ધરાવતા અભિજિત દીપકેએ શિક્ષકોને ધમકાવીને તેમને અપશબ્દો કહ્યા હોવાનું પણ જણાયું હતું. શિક્ષકોને સસ્પેન્ડ કરવાની ધમકી સુધ્ધાં કોઈ પણ સત્તાવાર હોદ્દો કે લાયકાત ન ધરાવતા કહેવાતા સમાજસુધારક અભિજિત દીપકેએ આપી હતી. 
સૈયદ શમશાદબાનો ખૈરાતઅલી નામની મહિલાએ આવી ગેરવર્તણૂક અને દાદાગીરી વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદને પગલે પોલીસે ગુનો નોંધ્યો હતો અને આ મામલે આગળની તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે કોઈ પણ બંધારણીય પદે ન હોવા છતાં અભિજિત દીપકે અને તેની પાર્ટી દ્વારા બળજબરીપૂર્વક કૅમેરામૅનને સાથે લઈને સરકારી સ્કૂલોમાં ઘૂસીને મનમાનીપૂર્વક વર્તન કરવામાં આવી રહ્યું છે.

mumbai news mumbai cockroach janata party abhijit dipake Chhatrapati Sambhaji Nagar Education maharashtra government maharashtra news maharashtra mumbai police