પુણેમાં આખેઆખી ટ્રક ખાડામાં પડી ગઈ

21 September, 2024 07:02 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

ટ્રાફિક-પોલીસ અને પુણે મહાનગરપાલિકાના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમોએ ક્રેનની મદદથી ત્રણ કલાકે ટ્રક અને મોટરસાઇકલોને ખાડામાંથી બહાર કાઢી હતી

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

પુણેની સિટી પોસ્ટ સોસાયટી પાસેના સમાધાન ચોકમાં ગઈ કાલે રસ્તાની વચ્ચે અચાનક પડેલા મોટા ખાડામાં એક ટ્રક અને બે મોટરસાઇકલ પડી જવાની ચોંકાવનારી ઘટના બની હતી. પેવર બ્લૉક્સથી બનાવવામાં આવેલા રસ્તા પર ગણતરીની મિનિટમાં મોટો ખાડો પડી ગયો હતો, જેમાં ટ્રક અને મોટરસાઇકલ ૩૦થી ૪૦ ફીટની ઊંડાઈએ જઈને પડી હતી. રસ્તામાં ઊભી રહેલી ટ્રક અચાનક પાછળની તરફ સરકવા લાગી ત્યારે જોખમ જોઈને ડ્રાઇવર કૂદકો મારીને બહાર નીકળી ગયો હતો એટલે તે બચી ગયો હતો. ટ્રાફિક-પોલીસ અને પુણે મહાનગરપાલિકાના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમોએ ક્રેનની મદદથી ત્રણ કલાકે ટ્રક અને મોટરસાઇકલોને ખાડામાંથી બહાર કાઢી હતી. એકદમ સરસ દેખાતા રસ્તામાં અચાનક આખેઆખી ટ્રક સમાઈ જાય એટલો મોટો ખાડો કેવી રીતે પડ્યો એવો સવાલ બધાને થઈ રહ્યો છે. 

mumbai news mumbai pune news pune road accident