વિધાનસભાની ચૂંટણી બાદ પંકજા મુંડે મુખ્ય પ્રધાન બનશે?

27 July, 2024 10:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બર્થ-ડેની શુભેચ્છા આપવાનાં હોર્ડિંગ્સમાં બુલઢાણામાં કાર્યકરોએ ‘ભા​વિ મુખ્યમંત્રી સંઘર્ષ કન્યા’ લખીને ભાવના વ્યક્ત કરી

બુલઢાણમાં લાગેલું પંકજા મુંડેનું હોર્ડિંગ.

ભારતીય જનતા પાર્ટી (BJP)નાં વિધાન પરિષદનાં સભ્ય પંકજા મુંડેનો ગઈ કાલે બર્થ-ડે હતો. તેમને શુભેચ્છા આપવા માટે BJPના કાર્યકરોએ બુલઢાણામાં ‘ભા​વિ મુખ્યમંત્રી સંઘર્ષ કન્યા’ લખેલાં હોર્ડિંગ્સની ખૂબ ચર્ચા થઈ રહી છે. આવાં હોર્ડિંગ્સ જોઈને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ પંકજા મુંડે મુખ્ય પ્રધાન બનશે? એવો સવાલ કરવામાં આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં પંકજા મુંડેનો પરાજય થયા બાદ તેમને વિધાન પરિષદનાં સભ્ય બનાવવામાં આવ્યાં છે ત્યારે તેમના કાર્યકરોએ પંકજા મુંડે મહારાષ્ટ્રનાં ભા​વિ મુખ્ય પ્રધાન બનશે એવી ભાવના હોર્ડિંગ્સના માધ્યમથી વ્યક્ત કરી છે. લોકસભાની ચૂંટણીમાં પરાજય થયા બાદ પંકજા મુંડેના ચાર સમર્થકોએ હારથી હતાશ થઈને આત્મહત્યા કરી છે. આથી પોતે આ વખતે બર્થ-ડે નહીં ઊજવે એવી જાહેરાત પંકજા મુંડેએ કરી હતી.

pankaja munde maharashtra news political news bharatiya janata party mumbai news mumbai