પહેલી ડિલિવરીમાં ૩ અને બીજી ડિલિવરીમાં ચાર બાળકોને જન્મ આપ્યો ગુજરાતની મહિલાએ

16 September, 2025 01:29 PM IST  |  Satara | Gujarati Mid-day Correspondent

આ એક રૅર ગણાય એવી ઘટના છે

મૂળ ગુજરાતની માતાએ અગાઉ એકસાથે ૩ અને હવે એકસાથે ૪ બાળકોને જન્મ આપ્યો

સાતારાની સરકારી હૉસ્પિટલમાં ૩૦ વર્ષની કાજલ ખાકુર્ડિયાએ એકસાથે ૪ બાળકોને જન્મ આપ્યો છે. આ એક રૅર ગણાય એવી ઘટના છે. ૧૦ લાખ ડિલિવરીમાંથી એક ડિલિવરીમાં આવું જોવા મળે છે. આ મહિલાના કેસમાં વધુ એક અજાયબી એ છે કે મહિલાએ પાંચ વર્ષ અગાઉ એકસાથે ૩ બાળકોને જન્મ આપ્યો હતો અને હવે ૪ બાળકોને જન્મ આપતાં તે કુલ ૭ બાળકોની માતા બની છે. મૂળ ગુજરાતની કાજલ તેના પતિ સાથે કામ માટે સાતારાના સાસવડ ગામમાં રહે છે. ઘરકામ કરતી કાજલની ડૉ. સદાશિવ દેસાઈ અને તુષાર મેસરામે સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી. બાળકો અને માતાની તબિયત સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. 

satara maharashtra maharashtra news mumbai mumbai news